શહેરના વચ્ચે ગેરકાયદેસર ટ્રેગ મોલથી પ્રદૂષણનો ત્રાસ, રહીશોએ કલેક્ટરને માંગણી કરી
પાટણ, 6 ઓક્ટોબર (હિ.સ.) પાટણના રેલવે ગરનાળા નજીક આવેલા કૃષ્ણપાર્ક અને લાવણ્ય સોસાયટીના રહીશો નવી શરૂઆત કરાયેલા ''ટ્રેગ મોલ''ના કારણે થતો અસહ્ય અવાજ અને ગરમીથી પરેશાન થયા છે. 22 એર કન્ડીશનરના કોમ્પ્રેસર સતત ધ્વનિ પ્રદૂષણ અને ગરમ હવાનું શ્વસન પ્ર
શહેરના વચ્ચે ગેરકાયદેસર ટ્રેગ મોલથી પ્રદૂષણનો ત્રાસ, રહીશોએ કલેક્ટરને માંગણી કરી


પાટણ, 6 ઓક્ટોબર (હિ.સ.) પાટણના રેલવે ગરનાળા નજીક આવેલા કૃષ્ણપાર્ક અને લાવણ્ય સોસાયટીના રહીશો નવી શરૂઆત કરાયેલા 'ટ્રેગ મોલ'ના કારણે થતો અસહ્ય અવાજ અને ગરમીથી પરેશાન થયા છે. 22 એર કન્ડીશનરના કોમ્પ્રેસર સતત ધ્વનિ પ્રદૂષણ અને ગરમ હવાનું શ્વસન પ્રદૂષણ ફેલાવે છે, જેની સીધી અસર રહેણાંક વિસ્તારો પર પડી રહી છે. રોજબરોજના જીવનમાં શાંતિ ભંગાતા રહીશોએ તાલુકા કલેક્ટર તુષાર ભટ્ટને લેખિતમાં રજૂઆત કરી છે.

આ રજુઆત કૃષ્ણપાર્કના રહીશ અને ભાજપના અગ્રણી ડો. શંકરભાઈ પટેલની આગેવાનીમાં કરવામાં આવી હતી. તેમનો દાવો છે કે મોલે કોઈપણ બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન કે ફાયર NOC લીધા વિના ગેરકાયદેસર રીતે મોલ શરૂ કર્યો છે.

કોમ્પ્રેસરમાંથી આવતો અવાજ અને ગરમ હવા રહીશોના મકાનો તરફ ફૂંકાઈ રહી છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, આંખ-નાકમાં બળતરા અને તણાવ જેવી તકલીફો વધી રહી છે. રહેવાસીઓએ મકાનના બારણાં-બારીઓ બંધ રાખવા પડતી હોવા છતાં રાહત મળતી નથી.

રહેશીઓએ આવેદનમાં ભારતીય બંધારણના અનુચ્છેદ 21 હેઠળ સારું જીવન જીવવાનો અધિકાર હકમાં લેતા, પરવાનગી વગર ચાલતા આ મોલને તાત્કાલિક સીલ કરીને બંધ કરવાની માંગ ઉઠાવી છે. સાથે ફાયર ગાઈડલાઈન્સ અને કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન થયું છે કે નહીં, તેની પણ તપાસ કરવા કલેક્ટરને અપીલ કરી છે, જેથી નાગરિકોના હિત અને સુરક્ષા કાયમ રહે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande