જૂનાગઢ, 6 ઓક્ટોબર (હિ.સ.): માળીયાહાટીના તાલુકામાં આઈ.ટી.આઈ કોલેજ ખાતે તમાકુ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિ અંગે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કોલેજના તાલીમાર્થીઓ દ્વારા તમાકુ મુક્ત અને વ્યસન મુક્તિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ તમામ ભાગ લેનાર તાલીમાર્થીઓને તાલુકા હેલ્થ ઓફિસ માળિયાહાટીના દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અને પ્રથમ, દ્રીતીય, તૃતીય નંબરને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માળિયાહાટીના તાલુકાના મામલતદાર કે.કે. વાળા, તાલુકા હેલ્થ ઓફિસર માળિયા ડો.ડાભી અને જિલ્લા ટોબેકો સેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ટોબેકો સેલ જૂનાગઢમાંથી ગૌતમ શાહ, ભરતભાઈ ઓડેદરા અને હેમાંગ પોપટ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસ માળિયાહાટીના, આર.બી.એસ.કે ટીમ અને આઈ.ટી.આજ કોલેજ માળિયાહાટીના દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ