જામનગર, 6 ઓક્ટોબર (હિ.સ.) જામનગરમાં કાલાવડના કુંભનાથપરામાં જાહેરમાં રમાતા જુગાર ઉપર ત્રાટકેલી પોલીસે પાંચ પુરુષો અને પાંચ સ્ત્રીઓને પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી કરી છે.જામનગરમાં સીટી એ ડિવીઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફે ભોયવાડામાં આવેલા કુંડલીયા ફળીયામાં 5ની મોડી સાંજે દરોડો પાડીને જુગાર રમી રહેલા પ્રમોદ કિશનભાઈ જેઠવા, લક્ષ્મણ હરજીભાઈ ગોહિલ, ધર્મેન્દ્ર મોહનલાલ કુંડલીયા, અનિલ કરશનભાઈ જેઠવા, દિવ્યેશ મનસુખભાઈ કુંભારાણાની વગેરેની અટકાયત રોકડા રૂ.10,300 સાથે પકડી પાડીને તેઓ સામે જુગારધારા મુજબની ધોરણસરની કાર્યવાહી કરી છે. કાલાવડના કુંભનાથપરા પુલની નીચે જાહેરમાં જુગાર રમી રહેલા મધુબેન કારુભાઈ વાઘાણી, બીનોબ પરેશભાઈ વાઘેલા, સમજુબેન મગનભાઈ વાઘાણી, મધુમેન પરસોત્તમભાઈ વાઘેલા, કસ્તુરબેન વિક્રમભાઈ વાઘેલાને કાલાવડ પોલીસે રોકડા રૂ.3190 સાથે પકડી પાડીને નોટીસ આપીને જવા દીધા છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt