ધારી-ગીર પંથકમાં પાછોતરા વરસાદે ખેડૂતને રડાવ્યો : મગફળી-કપાસના પાકને ભારે નુકસાન, સહાયની માંગ ઉઠી
અમરેલી, 6 ઓક્ટોબર (હિ.સ.): ધારી ગીર પંથકમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા પાછોતરા વરસાદે ખેડૂતોના મોંમાં આવેલ કોળિયો જુટવી લીધો છે. ખાસ કરીને રામપુર, દાતારવાડી, જાસા, ખાંભા અને આસપાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદના કારણે મગફળી અને કપાસના પાકને વ
-ગીર પંથકમાં પાછોતરા વરસાદે ખેડૂતને રડાવ્યો : મગફળી-કપાસના પાકને ભારે નુકસાન, સહાયની માંગ ઉઠી


અમરેલી, 6 ઓક્ટોબર (હિ.સ.): ધારી ગીર પંથકમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા પાછોતરા વરસાદે ખેડૂતોના મોંમાં આવેલ કોળિયો જુટવી લીધો છે. ખાસ કરીને રામપુર, દાતારવાડી, જાસા, ખાંભા અને આસપાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદના કારણે મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતો જણાવે છે કે મગફળીનો પાક પાકી ગયો હતો અને મોટા ભાગના ખેડૂતોએ પાક કાપીને ઢગલા બનાવી ઘરમાં લઈ ગયા હતા. વરસાદની કોઈ આગાહી ન હોવાથી ખેડૂતો નિશ્ચિંત હતા, પરંતુ છેલ્લા પાંચ દિવસથી ચાલુ રહેલા વરસાદે પાકને પલાળી નાખ્યો છે.

ઘણા વિસ્તારોમાં મગફળીના ઢગલામાં પાણી ભરાઈ જતા દાણામાં ફૂગ લાગી છે અને મગફળી ઉગી નીકળવાની શરૂઆત થઈ છે. જેના કારણે ઉત્પાદનની ગુણવત્તા ઘટી ગઈ છે અને બજારમાં મગફળીના સારા ભાવ મળવાની આશા પણ ધૂંધળી બની છે. કપાસના ખેતરોમાં પણ ભારે ભીંજાણ સર્જાતા કપાસની ફળીઓમાં કીડ અને ફૂગનો ઉપદ્રવ વધ્યો છે. આથી ખેડૂતોને ડબલ આર્થિક ઝટકો લાગ્યો છે.

પશુચારો તરીકે ઉપયોગી થતો મગફળીનો પાથરો પણ વરસાદી પાણીમાં ભીંજાઈ જતા નષ્ટ થઈ ગયો છે, જેના કારણે પશુઓ માટે ચારા સંકટનું પણ ભય છે. ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક પાકનું સર્વે કરીને યોગ્ય વળતર અને સહાય આપવા માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે અણધાર્યા પાછોતરા વરસાદે આ વર્ષે મગફળીના સીઝનમાં જબરું નુકસાન પહોંચાડ્યું છે, અને સમયસર સહાય ન મળે તો ખેતીની આગામી સિઝનમાં વાવેતર કરવું પણ મુશ્કેલ બની શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande