મારો વોટ, મારો અધિકાર અભિયાન અંતર્ગત સુરતના કાપડ બજારમાં હસ્તાક્ષર અભિયાન યોજાયું
સુરત, 6 ઓક્ટોબર (હિ.સ.)- સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રવિવારે કાપડ બજાર વિસ્તારમાં કથિત વોટ ચોર-ગદ્દી છોડો અને મારો વોટ, મારો અધિકાર જનજાગૃતિ અભિયાન અંતર્ગત વિશાળ હસ્તાક્ષર અભિયાન યોજાયું હતું. આ અભિયાન મિલેનિયમ માર્કેટથી લઈને શિવ શક્તિ માર્
હસ્તાક્ષર અભિયાન યોજાયું


સુરત, 6 ઓક્ટોબર (હિ.સ.)- સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રવિવારે કાપડ બજાર વિસ્તારમાં કથિત વોટ ચોર-ગદ્દી છોડો અને મારો વોટ, મારો અધિકાર જનજાગૃતિ અભિયાન અંતર્ગત વિશાળ હસ્તાક્ષર અભિયાન યોજાયું હતું. આ અભિયાન મિલેનિયમ માર્કેટથી લઈને શિવ શક્તિ માર્કેટ સુધી યોજાયું, જેમાં વેપારીઓ, કર્મચારીઓ અને મજૂર વર્ગે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ઝોનની સહપ્રભારી કુ. ઉષા નાયડુ તથા સુરત શહેર કોંગ્રેસ અધ્યક્ષ વિપુલ ઉધનાવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

વેપારીઓની સમસ્યાઓ પર કોંગ્રેસનો આક્રોશ

કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું કે નોટબંધી, ખોટી આર્થિક નીતિઓ અને વધતા કરબોજને કારણે વેપારી તેમજ MSME વર્ગ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા (SMC)ના વધતા વેરા બિલ, ખરાબ રસ્તાઓ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ પણ કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો હતો. નેતાઓએ જણાવ્યું કે સરકારે રાહત અને સુરક્ષા આપવા કોઈ અસરકારક પગલાં લીધા નથી.

શિવ શક્તિ માર્કેટ આગકાંડનો મુદ્દો ફરી ઉઠ્યો

કોંગ્રેસે ફેબ્રુઆરીમાં શિવ શક્તિ માર્કેટમાં લાગેલી વિનાશક આગની ઘટના યાદ કરી અને ભાજપ સરકારની વેપારી-વિરોધી નીતિઓ પર પ્રશ્ન ઉઠાવ્યો. નેતાઓએ જણાવ્યું કે કરોડો રૂપિયાનું માલ બળી નષ્ટ થઈ ગયું છતાં આજ સુધી કોઈ પીડિત વેપારીને ન તો આર્થિક મદદ મળી છે ન તો કોઈ રાહત પેકેજ જાહેર થયું છે, જે સરકારની ઉદાસીનતા દર્શાવે છે.

કોંગ્રેસની મુખ્ય માંગણીઓ

1. આગકાંડમાં પીડિત વેપારીઓને તાત્કાલિક આર્થિક રાહત આપવામાં આવે.

2. MSME ક્ષેત્ર માટે કાયમી સહાય નીતિ અમલમાં લાવવામાં આવે.

3. વેપારિક ઠગાઈ અને સાયબર ગુનાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

અભિયાનને વેપારીઓનો ભારે પ્રતિસાદ

હસ્તાક્ષર અભિયાન દરમિયાન સેકડો વેપારીઓએ લોકશાહી બચાવ, નિષ્પક્ષ ચૂંટણીની માંગ તથા વેપારી હિતોની સુરક્ષા માટે હસ્તાક્ષર કરી પોતાનો સમર્થન આપ્યો હતો.

ઉપસ્થિત મહાનુભાવો

કાર્યક્રમમાં ચંપાલાલ બોઠરા, ગણેશ જૈન, અશોક કોઠારી, જીતેન્દ્ર પુરોહિત, બલવંત જૈન, સુભાષ વ્યાસ, નરેશ જૈન, નારાયણ પુરોહિત, અશોક અગ્રવાલ, ખુમનસિંહ, કાસીફ ઉસ્માની, અસલમ સાયકલવાળા, ઇકબાલ ફારમ, અલ્તાફભાઈ, સંતોષ પાટીલ, શશી દુબે, આદિત્ય શુક્લા, રોશન મિશ્રા સહિત અનેક વેપારીઓ અને કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વેપારીઓએ હસ્તાક્ષર તથા મિસ કોલ દ્વારા અભિયાનને ઉત્સાહપૂર્વક સમર્થન આપ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande