બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા કચેરી દ્વારા જામનગર જિલ્લાના ૪૨૨ ગામોમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરાયું
જામનગર, 6 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા જામનગર જિલ્લાના કુલ ૪૨૨ ગામોમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સંસ્થાના
ગ્રામસભાનું આયોજન


જામનગર, 6 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા જામનગર જિલ્લાના કુલ ૪૨૨ ગામોમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સંસ્થાના કર્મચારીઓએ દિવ્યાંગજનોને લગત યોજનાઓ અને બાળ સુરક્ષા એકમની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.

જેમાં બાળકોનો શાળામાં પ્રવેશ અને હાજરી સુનિશ્ચિત કરવા, કોઈ પણ બાળક ચાલુ અભ્યાસે શાળા છોડી ન જાય તે માટે કાળજી રાખવા, ગામના તમામ બાળકોની નિયમિત રીતે સ્વાસ્થ્યની કાળજી લેવા, આરોગ્ય ચકાસણી અને રસીકરણ કરાવવા, આપણા ગામના બાળકો આંગણવાડી તેમજ મધ્યાહ્નન ભોજન યોજનાનો લાભ મેળવે તે સુનિશ્ચિત કરવા, ગામના બાળકોને કોઈપણ પ્રકારની હિંસા, શોષણ તેમજ ભેદભાવથી સુરક્ષિત કરવા, ગામને બાળ વિવાહમુક્ત ગામ બનાવવા અને ગામમાં બાળ વિવાહ થતા અટકાવવા, ગામનું કોઈપણ બાળક બાળ મજુરી કરશે નહી અને ગામને બાળમજુરી મુક્ત ગામ બનાવવા, ગામમાં નિયમિત બાળ પંચાયત યોજવી વગરે બાબતે સમજ આપવામાં આવી હતી.

આ ઉપરાંત સમાજ સુરક્ષા વિભાગમાં અને બાળ સુરક્ષા એકમમાં ચાલતી વિવિધ યોજનાઓ વિશે અને દતક વિધાન વિશે ગ્રામજનોને માહિતીગાર કરવામાં આવ્યા હતા. તેમજ નશો નહિ કરવા અંગે તથા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા એક આદર્શ બાળમિત્ર ગામ બનાવવા અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande