પોરબંદર, 6 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર સહિત રાજ્યની નવ રચિત મહાનગરપાલીકામાં સરકાર દ્વારા ડ્રાફ્ટ નોટિફીકેશન જારી કરી પ્રથમ પાંચ વર્ષના મેયર કેટેગેરી જાહેર કરવામાં આવી છે.
જેમાં પોરબંદર મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીના મેયરની જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર નગરપાલિકામાંથી પેલી જાન્યુઆરીના રોજ પોરબંદર મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવામાં આવી છે હાલ છેલ્લા નવ માસથી મનપામાં વહીવટદાર અને કમિશ્નરનું શાસન ચાલી રહ્યું છે પોરબંદર મનપા બની ગયા બાદ ઉતર-દક્ષિણ એમ બે ઝોન જાહેર કરવમાં આવ્યા હતા બાદ પોરબંદર મનપા દ્વારા 13 વોર્ડની જાહેરાત કરવામાં આવી હતી આગામી ફેબ્રુઆરી માસમાં પોરબંદર મનપા ચુંટણીની શક્યતાઓ છે અને પોરબંદરની રાજ્યકીય પાર્ટીઓ વોર્ડ વાઇઝ બેઠકો કરી લોકોના મુદા સાંભળી રહી છે. ત્યારે હવે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરી પ્રથમ પાંચ વર્ષના મેયર કેટેગેરી જાહેર કરવામાં આવી છે જેમાં પોરબંદર મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીના મેયરની જાહેરાત કરવામાં આવી છે બાદ અઢી વર્ષ મહિલા અનામત રહેશે તેમ જાણાવા મળી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya