તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે ખેડૂતોના હીતમાં નિર્ણય લેવા રજુઆત કરી.
પોરબંદર, 6 ઓક્ટોબર (હિ.સ.) મગફળી સહિત અન્ય પાક સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી થાય છે એ જ રીતે આ વર્ષે પણ મગફળીની ખરીદી કરવાની હોય પરંતુ આ વર્ષે ખેડૂતભાઈઓને વધુ વરસાદ અને સતત વરસાદ વરસવાના કારણે અને ચોમાસુ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી વાવેતરથી મગફળી
તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે ખેડૂતોના હીતમાં નિર્ણય લેવા રજુઆત કરી.


પોરબંદર, 6 ઓક્ટોબર (હિ.સ.) મગફળી સહિત અન્ય પાક સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી થાય છે એ જ રીતે આ વર્ષે પણ મગફળીની ખરીદી કરવાની હોય પરંતુ આ વર્ષે ખેડૂતભાઈઓને વધુ વરસાદ અને સતત વરસાદ વરસવાના કારણે અને ચોમાસુ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી વાવેતરથી મગફળી પાકવા સુધી અને વચ્ચે તડકો ન પડવાથી તેમજ સતત વરસાદ વરસવાથી જમીન અને પાકને વધુ ભેજ મળવાથી તેમજ જમીન મુદ્દલ સુકાણી ન હોય અને તડકો ન મળવાથી વધુ ભેજનાં કારણે મગફળીમાં પાક તૈયાર થવા સમયે વધુ ભેજના હિસાબે મગફળીમાં ખુબ મોટા પ્રમાણમાં પોરબંદર જિલ્લામાં પાકમાં રોગ આવેલ છે આ રોગ થી ખેડૂતોના તેના પાકમાં છોડમાં મગફળીનાં જે સારા કોડવા છે તે સડી ગયા છે અને અન્ય કોડવામાં પણ ચિકન ગુનીયા નામનો રોગ આવી ગયો છે.

જેથી 30 થી 40 ટકા ડોડવા જમીનની અંદર જ ડોડવામાં બી પતી ગયું. છે અને ડોડવો ફેલ થયેલ છે અને તૈયાર થયેલ પાકમાં છેલ્લા એક મહિનાની અંદર 30 થી 40બટકા મગફળીનો ઉભો પાક ખેડૂતભાઈઓનો ફેલ થય ગયેલ હોય આ બધુ વધુ વરસાદ થવાથી, તડકો ન મળવાથી આ રોગ આવેલ છે.

આ સિવાય પણ હજી આ પાક ઉપર અને ખેડૂતભાઈઓ ઉપર વાવઝોડાનો ખતરો હોય, માવઠાનો એટલે 2 લટકતી તલવાર હોય જે પાક બચ્યો છે તે ઘરમાં આવે ત્યારે આવે અને પાકને ઘરમાં લેવા માટે હજી મજુરીનો મોટો ખર્ચ બાકી છે અને ઘણો બધો અત્યાર સુધીમાં દવા, ખાતર, નિંદામણનાં ખર્ચ કરેલ છે જેથી ખેડૂતોને મોટી નુકશાની છે આ વર્ષ ટેકાના ભાવે દર વખત કરતા વધુ મગફળી ખરીદ કરવા વિનંતી છે જો કે સરકાર વધુ ધ્યાન આપે છે તે માટે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઇ કારાવદરાએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને આવેદન પત્ર પાઠવી વિનંતી કરી છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે, અનેક યોજનાઓ સરકાર દ્વારા ખેડૂતોને ફાયદો કરાવે છે. જેમ કે, ડી.એ.પી. 1350 મા આવે છે તો તેમાં સરકાર પણ એટલા જ પૈસા ખેડૂત વતી એક થેલીએ કંપનીને ભરે છે. આ જ રીતે ટ્રેકટર સહિત દરેક ઓઝરમાં પણ સરકાર સબસીડી આપે છે. કોંગ્રેસના વખતમાં ખેડૂતોને મોટરનું કનેકશન જોઈતુ હતુ તો ન મળતુ, ડાર્ક ઝોનનું નામનું ભુત આડુ રાખીને સરકાર ખેડૂતોને ન આપતી જે ભાજપની સરકાર આવ્યા પછી આ ખોટું ભુત દુર કરીને જ્યાં જોઈએ ત્યાં ત્રણ થી ચાર મહિનાની અંદર ખેડૂતોને મોટરનું અત્યારે કનેક્શન મળે છે. જેમાં પણ એક કનેકશને ખેડૂતને 10 હજાર જ ભરવાનાં થાય છે. બાકીનાં 1 લાખ સરકાર આમાં ખેડૂતભાઈઓ વતી ભરે છે. આ સિવાય અનેક યોજનાની અંદર ખેડૂતોને સરકાર લાભ આપે છે. આ સિવાય પણ કેન્દ્ર સરકારે ખેડૂતો અને પશુપાલકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખેડૂતોનાં હિત માટે એક મોટો નિર્ણય લીધેલ છે. તે પણ વખાણવા લાયક છે. જેઓ અમેરીકામાંથી દુધ અને ખેત પેદાશો આયાત કરવા માટે થઈ ડોનાલ્ડ ટ્રમ્પે દબાણ કરેલ પરંતુ પ્રધાનમંત્રીએ આયાત ન કરી અને સરકારના હિતમાં નિર્ણય લીધેલ છે. આ નિર્ણય ભારતના ખેડૂતો અને પશુપાલકો માટે અજોડ છે. જેનાં હિસાબે અમેરિકા સાથે ભારતના અને વડાપ્રધાનના સબંધોમાં ખટાશ આવી છે તેનું કારણ ખેડૂતનાં હિતનું છે. આવા અનેક ખેડૂતના હિતમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર કાર્ય કરે છે. પરંતુ આ વર્ષ વધુ વરસાદ અને ભેજનાં કારણે ખેડૂતોને મગફળીની અંદર મોટુ નુકશાન થયેલ છે. આ નુકશાની સરભર કરવા માટે આ વર્ષે ટેકાના ભાવે મગફળી મણમાં વધુ ખરીદવા ખેડૂત તેમજ જિલ્લાનાં ખેડૂત વતી નમ્ર વિનંતી કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande