તડીપાર કરેલ શખ્સ પોરબંદર માંથી ઝડપાયો.
પોરબંદર, 6 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ કરતા ઇસમો વિરૂધ્ધ પાસા, તડીપાર કાયદા હેઠળ કાર્યવાહી કરવા આપેલ સુચના અનુસંધાને કીર્તિમંદીર પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહીબીશના ગુન્હામાં પક
તડીપાર કરેલ શખ્સ પોરબંદર માંથી ઝડપાયો.


પોરબંદર, 6 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ કરતા ઇસમો વિરૂધ્ધ પાસા, તડીપાર કાયદા હેઠળ કાર્યવાહી કરવા આપેલ સુચના અનુસંધાને કીર્તિમંદીર પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહીબીશના ગુન્હામાં પકડાયેલ કલ્પેશ ઉર્ફે કફ જીતુભાઇ જુંગી વિરૂધ્ધ તડીપાર દરખાસ્ત કરતા સબ.ડીવી. મેજી. પોરબંદર દ્વારા 3 માસ માટે હદપાર કરવા હુકમ કરેલ. જેથી ઇસમ પોરબંદર જીલ્લામાં ન પ્રવેશે તે માટે વોચ તપાસમાં હતા દરમ્યાન એલ.સી.બી. I/C પો.ઈન્સ. આર.કે. કાંબરીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના જીતુભાઈ દાસા તથા અજયભાઈ ચૌહાણને આ ઈસમ બોખીરા કે કે, નગર થી આવાસ જતા રસ્તે હોવાની બાતમીને આધારે સ્થળ પર પહોંચતા ઈસમ ત્યાંથી મળી આવ્યો હતો જેથી આ આરોપી વિરૂધ્ધ G.P.Aન. ક. 142 મુજબ ઉદ્યોગનગર પો.સ્ટે.માં ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી કરવા માટે ઉદ્યોગનગર પો.સ્ટે. સોંપી આપવામાં આવ્યો હતો.

આ કામગીરીમાં LCB I/C PI આર.કે.કાંબરીયા તથા ASI બટુક વિંઝુડા, રાજેન્દ્ર જોષી, ગોવિંદ મકવાણા, મુકેશ માવદીયા, ઉદય વરૂ તથા HC સલીમ પઠાણ ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણ ઓડેદરા, જીતુ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા WHC નાથીબેન કુછડીયા તથા PC નટવર ઓડેદરા, અજય ચૌહાણ તથા રોહિત વસાવા રોકાયેલ હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande