ખેરાલુમાં બંધ મકાનમાં ચોરી, રૂ.1.15 લાખની મત્તા તસ્કરો ઉઠાવી ગયા
મહેસાણા, 6 ઓક્ટોબર (હિ.સ.): ખેરાલુ શહેરના નાનો ભાટવાડો વિસ્તારમાં રાણાના ઢાળ ખાતે નિવૃત્ત અશ્વિનભાઈ શિવલાલ બ્રહ્મભટ્ટના બંધ મકાનમાં ચોરીની ઘટના બની છે. અશ્વિનભાઈ થોડા દિવસ પહેલા તેમના દીકરાના ઘરે અમદાવાદ ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ તકનો લાભ લઇ રાત્ર
ખેરાલુમાં બંધ મકાનમાં ચોરી, રૂ.1.15 લાખની મત્તા તસ્કરો ઉઠાવી ગયા


મહેસાણા, 6 ઓક્ટોબર (હિ.સ.): ખેરાલુ શહેરના નાનો ભાટવાડો વિસ્તારમાં રાણાના ઢાળ ખાતે નિવૃત્ત અશ્વિનભાઈ શિવલાલ બ્રહ્મભટ્ટના બંધ મકાનમાં ચોરીની ઘટના બની છે. અશ્વિનભાઈ થોડા દિવસ પહેલા તેમના દીકરાના ઘરે અમદાવાદ ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ તકનો લાભ લઇ રાત્રિના સમયે મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

તપાસ દરમ્યાન બહાર આવ્યું છે કે તસ્કરોએ મકાનની તિજોરીનું લોક તોડી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓ મળી રૂ. 1,15,900ની મત્તા ચોરી કરી હતી. ચોરોએ 10 અને 20 રૂપિયાની ચલણી નોટના બંડલ સાથે 50 ડોલરની એક નોટ, જેની કિંમત અંદાજે રૂ. 4,400 થાય છે, તે પણ ઉઠાવી લીધી હતી.

ચોરીની જાણ પાડોશી દ્વારા ફોન પર મળતાં અશ્વિનભાઈ તેમના દીકરા સાથે તરત ખેરાલુ આવી પહોંચ્યા હતા. મકાનનું તાળું અને તિજોરી તૂટેલી હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ ખેરાલુ પોલીસને કરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી ફિંગરપ્રિન્ટ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. તસ્કરોની ઓળખ અને ઝડપી લેવા પોલીસ તજવીજ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande