વડોદરા જિલ્લાના કોટના ગામે બે બાળક ઢાઢર–વિશ્વામિત્રી નદીમાં બાઈક વહી જતાં તણાયાં
- કોઝવે પરથી પસાર થતાં બાઇક લપસી,પતિ-પત્નીને બચાવાયાં, બે બાળકો ગુમ વડોદરા, 6 ઓકટોબર (હિ.સ.): ગઇકાલે રવિવારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કોટના ગામે કોઝવે પરથી પસાર થતી બાઈક અચાનક ઢાઢર–વિશ્વામિત્રી નદીમાં વહી જતાં મગરો વચ્ચે બે બાળકો નદીમાં લાપતા
વડોદરા જિલ્લાના કોટના ગામે બે બાળક ઢાઢર–વિશ્વામિત્રી નદીમાં બાઈક વહી જતાં તણાયાં


- કોઝવે પરથી પસાર થતાં બાઇક લપસી,પતિ-પત્નીને બચાવાયાં, બે બાળકો ગુમ

વડોદરા, 6 ઓકટોબર (હિ.સ.): ગઇકાલે રવિવારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કોટના ગામે કોઝવે પરથી પસાર થતી બાઈક અચાનક ઢાઢર–વિશ્વામિત્રી નદીમાં વહી જતાં મગરો વચ્ચે બે બાળકો નદીમાં લાપતા બન્યાં છે. જ્યારે દંપતીને બચાવી લેવામાં આવ્યું છે.

વડોદરા જિલ્લાના કરજણના વિરજઈથી કોટના ગામને જોડતા કોઝવે પરથી પસાર થતી બાઈક અચાનક ઢાઢર–વિશ્વામિત્રી નદીમાં ઘટના બની હતી. SDRFની ટીમ બાળકોની શોધખોળ કરી રહી છે. નદીમાં તણાયેલા હિતેશભાઈ પઢિયાર અને વૈશાલીબેનને વડું ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

કોઝવે પર પાણી ભરાયાં હતાં, બાઈક સ્લિપ થતાં પરિવાર નદીના પ્રવાહમાં તણાયો

કોટના ગામના રહેવાસી હિતેશ જયંતીભાઈ પઢિયાર પોતાની પત્ની વૈશાલીબેનને વાઘોડિયા તાલુકાના આલ્વા ગામથી પોતાનાં બે સંતાન દેવેન્દ્ર અને સોહમ સાથે બાઈક પર કોટના પરત ફરતાં હતાં. વરસાદને કારણે કોઝવે પર પાણી ભરાયાં હતાં, જેના કારણે બાઈક સ્લીપ થઈ જતાં પરિવાર આખો નદીના પ્રવાહમાં તણાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ કોટના ગામના માજી સરપંચ રાજુ પઢિયાર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયાં હતાં અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બાદમાં વડું પોલીસ અને કરજણ ફાયરબ્રિગેડની જાણ કરતાં ટીમો પણ પહોંચી ગઈ હતી અને નદીમાં બાળકોની શોધખોળ શરૂ કરી છે.

કોટના ગ્રામપંચાયત સભ્ય અલ્પેશ ગોહિલે જણાવ્યું હતું કે હિતેશભાઈ અને તેમનાં પત્ની પિયર અલવા ગામમાંથી આવતાં હતાં અને કોઝવે પર બાઇક સ્લિપ થઈ ગઈ હતી અને બે બાળકો સહિત બાઇક અંદર નદીમાં પડ્યાં હતાં. અહીં નદીમાં થોડું પાણીનું લેવલ વધવાને કારણે બાઇક સ્લિપ થઈ ગઈ હતી અને અંદર પાણીના પ્રવાહમાં તણાયાં હતાં. એમાં પતિ-પત્નીનો બચાવ થયો છે, પણ બાળકોનો અને બાઇકનો પતો નથી. એક બાળકની પાંચ વર્ષ અને નાના બાળકની બે વર્ષની ઉંમર છે. અમારી સ્થાનિક બોટ લઈને અમે ટ્રાઈ કરી અંદર નદીમાં ગયા, પણ મગરો ઘણા જોયા છે એટલે અમારે જેટલું થતું હતું એટલું અમે કર્યું છે અને અમારી પાસે કોઈ વધારે સગવડ ન હતી. અમે કલાકની મહેનત બાદ પરત પાછા બોટ લઈને બહાર આવ્યા છીએ.

આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande