વલસાડ, 6 ઓક્ટોબર (હિ.સ.)- રાષ્ટ્રીય સ્વયંસેવક
સંઘ (RSS), વલસાડ નગર દ્વારા વિજયાદશમી નિમિત્તે શતાબ્દી વર્ષની ભવ્ય
ઉજવણી શ્રી તડકેશ્વર મહાદેવ મંદિર મેદાન, અબ્રામા ખાતે કરવામાં આવી.
આ કાર્યક્રમ સંઘના
સ્થાપનાના 100માં વર્ષના પ્રારંભ ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં
નગરના હજારો સ્વયંસેવકો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી. વિજયાદશમી ઉત્સવમાં
મુખ્ય વક્તા તરીકે મુકુન્દભાઈ જોગીયા (નવસારી
વિભાગ પ્રચારક) ઉપસ્થિત રહ્યા અને સંઘના શતાબ્દી વર્ષના ઉદ્દેશ્યો તેમજ પાંચ વિશેષ
વિષયોનાં પરિચય આપ્યો કુટુંબ પ્રબોધન,સામાજિક સમરસતા, પર્યાવરણ, સ્વનો આગ્રહ,નાગરિક
કર્તવ્યની માહિતી આપી હતી. મુખ્ય અતિથિ તરીકેડૉ. દેવાંગભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા અને પ્રેરક ઉદબોધન
આપ્યું. કાર્યક્રમનું સંચાલન
વલસાડ નગર કાર્યવાહ કૃણાલ પંડ્યાદ્વારા
કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રાત્યક્ષિક, શસ્ત્રપૂજન
અને સંઘપ્રાર્થનાના ગાન સાથે સમાપન થયો. તથા કાર્યક્રમ બાદ
સ્થાન પર વિવિધ સ્ટોલમાં પર્યાવરણ જાગૃતિ, સેવાવિભાગની પ્રદર્શની રાખવામાં આવી
હતી. જેમાં “હું AI સ્વયંસેવક” કૃતિ લોકો માટે રસપ્રદ રહ્યું
હતું. વિશ્વાસ છે કે શતાબ્દી વર્ષ ‘રાષ્ટ્રના
ઉજ્જ્વળ ભવિષ્ય માટેનો સંકલ્પ વર્ષ’ તરીકે ઉજવાશે.
--------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે