ભાવનગર રેલવે મંડળ ખાતે “સ્વચ્છ રેલગાડી” થીમ પર વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું
ભાવનગર, 6 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર તારીખ 05.10.2025 અને 06.10.2025ના રોજ “સ્વચ્છતા પખવાડા–2025” અંતર્ગત “સ્વચ્છ રેલગાડી” થીમ પર વિશેષ અભિયાન યોજાયું. આ અવસર પર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના નેતૃત્વમાં અને વરિષ્ઠ મંડળ
સ્વચ્છ રેલગાડી” થીમ પર વિશેષ અભિયાનનું


ભાવનગર, 6 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર તારીખ 05.10.2025 અને 06.10.2025ના રોજ “સ્વચ્છતા પખવાડા–2025” અંતર્ગત “સ્વચ્છ રેલગાડી” થીમ પર વિશેષ અભિયાન યોજાયું. આ અવસર પર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના નેતૃત્વમાં અને વરિષ્ઠ મંડળ યાંત્રિક ઈજનેર એસ. કે. મિશ્રાના નેતૃત્વમાં પોરબંદર, ભાવનગર અને વેરાવળ કોચિંગ ડિપોમાં ૫ ટ્રેનોની આધુનિક સાધનો દ્વારા ગહન યાંત્રિક સફાઈ (Intensive Mechanized Cleaning) કરવામાં આવી.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે “સ્વચ્છતા પખવાડા–2025” દરમિયાન યોજાયેલા અભિયાન દરમિયાન કોચના ફ્લોર, ટોયલેટ, બારણાં, બારી અને બેઠકોની મશીનો દ્વારા સફાઈ સુનિશ્ચિત કરવામાં આવી. ટીમોએ પર્યાવરણ અનુકૂળ સફાઈ સામગ્રીનો ઉપયોગ કરીને મુસાફરોને સ્વચ્છ અને આરામદાયક મુસાફરીનો અનુભવ અપાવવાનો સંકલ્પ લીધો. તેમજ સ્ટાફને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા અને “સ્વચ્છ રેલ–સ્વચ્છ ભારત”નો સંદેશ આપવામાં આવ્યો.

આ પહેલથી ડિપો ક્ષેત્રોમાં સ્વચ્છતા સ્તરમાં નોંધપાત્ર સુધારો થયો અને રેલ કર્મચારીઓમાં કાર્યસ્થળ સ્વચ્છ રાખવાની ભાવનાને વધુ બળ મળ્યું. ત્યારબાદ “સ્વચ્છતા પખવાડા–2025” અંતર્ગત પોરબંદર, ભાવનગર અને વેરાવળ સ્ટેશનો પર મુસાફરો માટે જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું, જેમાં કેરેજ એન્ડ વેગન સ્ટાફ દ્વારા બાયો ટોયલેટના ઉપયોગ સંબંધિત Do’s and Don’ts સમજાવવામાં આવ્યા અને મુસાફરોને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande