- નર્મદા કેનાલ અને સંત સરોવરમાંથી પાણી આવક વધતા નિર્ણય લેવાયો
અમદાવાદ, 7 ઓકટોબર (હિ.સ.) હવામાન વિભાગ દ્વારા આગામી 7 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે 'શક્તિ' વાવાઝોડું ધીમું પડ્યું છે. જોકે, ગુજરાતમાં શક્તિની અસર નહીં થાય. દ્વારકાથી 940 કિમી અને નલિયાથી 960 કિમી દૂર 'શક્તિ' વાવાઝોડું પહોંચ્યું છે જે આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. અમદાવાદના ઉપરવાસમાંથી પાણીની આવક અને વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના પાંચ દરવાજા ખોળવાનો નિર્ણય લેવાયો છે. વાસણા બેરેજના પાંચ દરવાજા ખોલી દેવાયા છે. નર્મદા કેનાલ અને સંત સરોવરમાંથી પાણી આવક વધતા નિર્ણય લેવાયો છે.
વરસાદી માહોલ અને આગાહીને પગલે ફરી એક વખત વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે.
વરસાદની આગાહીના પગલે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
નર્મદા કેનાલ અને સંત સરોવરમાંથી પાણી આવક વધતા નિર્ણય લેવાયો છે.વાસણા બેરેજમાંથી નદીમાં 10 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. વરસાદની આગાહીના પગલે આગોતરું આયોજન કરાયું છે. પાણી છોડવામાં આવતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ