અમરેલી, 7 ઓક્ટોબર (હિ.સ.)“ અમરેલી શહેર પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી પરત આપવાની માનવીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના એક અરજદારે પોતાનો મોબાઇલ ફોન ગુમ થયાની અરજી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
અરજી મળતાં જ અમરેલી શહેર પોલીસના અધિકારીઓએ તપાસ શરૂ કરી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે મોબાઇલનું લોકેશન ટ્રેસ કર્યું. સતત કવાયત બાદ ગુમ થયેલ મોબાઇલ મળી આવ્યો. બાદમાં પોલીસે તે મોબાઇલ મૂળ માલિકને સત્તાવાર રીતે પરત આપ્યો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનો હેતુ નાગરિકોની વિશ્વસનીયતા વધારવો અને ગુમ થયેલ ચીજવસ્તુઓ માલિકોને પરત આપવાની પ્રજાસેવા તરીકે પ્રેરણા આપવી છે.
અરજદારે પોતાના ગુમ થયેલ ફોન પરત મળતાં અમરેલી પોલીસનો આભાર માન્યો અને કહ્યું કે આજની ડિજિટલ યુગમાં ફોન ગુમાવવું મોટું નુકસાન બને છે, પરંતુ પોલીસની ઝડપી કાર્યવાહી પ્રશંસનીય છે. આ કામગીરીથી પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસનું બળ વધુ મજબૂત બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai