- આ વખતનું દિવાળી વેકેશન માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં એક દિવસના તફાવત સાથે શરૂ અને પૂરું થશે.
અમદાવાદ,7 ઓકટોબર (હિ.સ.) ગુજરાત રાજ્યની શાળાઓમાં આ વર્ષે દિવાળી વેકેશન 21 દિવસનું નક્કી કરાયું છે. રાજ્યમાં પ્રથમ વખત દિવાળી વેકેશનમાં માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં એક દિવસના તફાવત જોવા મળશે. જોકે, આ વખતનું વેકેશન માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં એક દિવસના તફાવત સાથે શરૂ અને પૂરું થશે.આ વખતનું વેકેશન માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં એક દિવસના તફાવત સાથે શરૂ અને પૂરું થશે. માધ્યમિક શાળાઓમાં વેકેશન 16મી ઓક્ટોબરથી શરૂ થઈ 5મી નવેમ્બર સુધી રહેશે, જ્યારે પ્રાથમિક શાળાઓમાં 17મી ઓક્ટોબરથી શરૂ થઈ 6મી નવેમ્બર સુધી ચાલશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, રાજ્યની તમામ માન્ય માધ્યમિક શાળાઓમાં 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા અલગથી જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, પ્રાથમિક શાળાઓમાં 17 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી વેકેશન રહેશે.
છેલ્લા ઘણાં વર્ષોથી રાજ્યની તમામ શાળાઓમાં દિવાળી અને ઉનાળું વેકેશન એકસાથે શરૂ થતું અને એકસાથે પૂરું થતું હતું. પરંતુ આ શૈક્ષણિક વર્ષથી આ પરંપરા તૂટશે. માધ્યમિક શાળાઓમાં વેકેશન એક દિવસ વહેલું શરૂ થવાથી, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે થોડો તફાવત રહેશે.
વિભાગના અધિકારીઓ મુજબ, માધ્યમિક બોર્ડના શૈક્ષણિક કેલેન્ડર મુજબ પરીક્ષા અને ટર્મનાં કાર્યક્રમને ધ્યાને રાખીને વેકેશનનો સમયગાળો નક્કી કરાયો છે. જ્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગે અલગ ધોરણે પોતાના શૈક્ષણિક સમયપત્રક મુજબ તારીખો જાહેર કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ