કેન્સરની બીમારીથી વ્યથિત પિતાએ 3 અને 5 વર્ષના માસૂમ સંતાનોને ઝેર પીવડાવી આત્મહત્યા કરી
દ્વારકા/અમદાવાદ,7 ઓકટોબર (હિ.સ.) દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે કેન્સરની બીમારીથી વ્યથિત પિતાએ 3 અને 5 વર્ષના માસૂમ સંતાનોને ઝેર પીવડાવી આત્મહત્યા કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે સોમવારે સાંજે એક હૃદયદ્
કેન્સરની બીમારીથી વ્યથિત પિતાએ 3 અને 5 વર્ષના માસૂમ સંતાનોને ઝેર પીવડાવી આત્મહત્યા કરી


દ્વારકા/અમદાવાદ,7 ઓકટોબર (હિ.સ.) દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે કેન્સરની બીમારીથી વ્યથિત પિતાએ 3 અને 5 વર્ષના માસૂમ સંતાનોને ઝેર પીવડાવી આત્મહત્યા કરી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે સોમવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની છે, લાંબા ગામના એક યુવાને પોતાની ગંભીર બીમારીને કારણે બાળકોના ભવિષ્યની ચિંતામાં આવીને પોતાના બે માસૂમ સંતાનને ઝેરી દવા પીવડાવીને મોત નિપજાવ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.

લાંબા ગામે રહેતા મેરામણભાઈ કરસનભાઈ ચેતરીયા નામના યુવાનને છેલ્લા લગભગ પાંચેક વર્ષથી મોઢાના કેન્સરની ગંભીર બીમારી હતી. હાલ તેમની આ બીમારી અંતિમ સ્ટેજમાં હતી અને ગમે તે સમયે મૃત્યુ થવાની સંભાવના હતી.

આ જીવલેણ બીમારી અને હવે પોતાનું મૃત્યુ નિશ્ચિત હોવાની બાબતે તેઓ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ વ્યથિત રહેતા હતા. તેમને સતત એ ચિંતા સતાવતી હતી કે તેમના મૃત્યુ પછી તેમના નાના બાળકોનું શું થશે? આ જ વ્યથામાં આવીને ગઈકાલે સોમવારે સાંજના સમયે તેમણે આ કરુણ પગલું ભર્યું.મૃતકોમાં મેરામણ કરશન ચેતરિયા,પુત્રી ખુશી મેરામણ ચેતરિયા,પુત્ર માધવ મેરામણ ચેતરિયાનો કેન્સરના અંતિમ સ્ટેજની ચિંતાએ ભોગ લીધો

એક જ પરિવારના ત્રણ સભ્યના મૃત્યુથી લાંબા ગામે ગમગીની છવાઈ ગઈ છે.આ ગમખ્વાર ઘટનાની જાણ થતાં જ દ્વારકા સર્કલના Dy.S.P. સાગર રાઠોડ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરવા અને FSL તપાસ સહિતની કાર્યવાહી કરી હતી.

આ બનાવ અંગે લાંબા ગામે રહેતા પબાભાઈ સામતભાઈ ચેતરીયાની ફરિયાદના આધારે કલ્યાણપુર પોલીસે મેરામણભાઈ કરસનભાઈ ચેતરીયા સામે પુત્રી અને પુત્રની હત્યા નિપજાવવા અને પોતે ઝેરી દવા પી લેવા સબબ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણની વધુ તપાસ કલ્યાણપુરના P.I. ટી.સી. પટેલ દ્વારા કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande