સોમનાથ 7 ઓક્ટોબર (હિ.સ.) જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દિશા કમ વિકાસ ડે કેર સેન્ટર ખાતે સેરેબ્રલ પાલસી દિવસની ઉજવણી ઉત્સાહપૂર્ણ માહોલમાં કરવામાં આવી.
કાર્યક્રમનો ઉદ્દેશ ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો તથા સેરેબ્રલ પાલસી અંગે સમજ વિકસાવવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત ગ્રીન રીબન બાંધીને કરવામાં આવી જે પર્યાવરણ, આશા અને સમાનતાનું પ્રતિક છે. ત્યારબાદ દિવ્યાંગ બાળકો તથા સ્ટાફ સભ્યો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં સૌએ હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ જાળવવાનો સંકલ્પ લીધો.
આ પ્રસંગે બાળકો દ્વારા જાગૃતિ રેલી પણ યોજાઈ જેમાં “સમાનતા, સંવેદના અને સહભાગિતાના સંદેશા” સાથે જનજાગૃતિ ફેલાવવામાં આવી.
ટ્રસ્ટના સંચાલકમંડળના સભ્યો, સ્ટાફ, વાલીઓ તથા વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ બાળકોને પ્રોત્સાહન આપ્યું અને આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે તેવો આશાવાદ વ્યક્ત કર્યો.
આ પ્રસંગે જીવનદીપ ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું કે — “આવા અવસરોએ સમાજને દિવ્યાંગ બાળકોની ક્ષમતા, આત્મવિશ્વાસ અને માનવતાની નવી દિશા આપે છે.”
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ