સોમનાથ, 7 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ વેરાવળ ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુ કુહાડા તથા અધ્યક્ષ કિશોર કુહાડા દ્વારા વર્ષોની પરંપરા મુજબ વેરાવળ ખારવા વાડ વિસ્તારમાં આવેલ પ્રાચીન શિવ કામનાથ મંદિરે શરદ પૂનમના શુભ દિવસે સોમપુરા બ્રાહ્મણ સાથે રાખી અને હવન કરવામાં આવેલ આ હવન માં જીતુકુહાડા નાનાભાઈ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ઉપાધ્યક્ષ રમેશ કુહાડા વરદ હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુ કુહાડા ઉપ પટેલ ગોપાલફોફંડી બાબુ આગિયા, વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરા વધાવી, વેરાવળ બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલા કોટીયા, ખારવા સમાજના મંત્રી નારણભાઈ તેમજ આગેવાનો તેમજ બોહરી સંખ્યામાં ભાઈઓ બેહનો એ આ હવનનો લાભ લીધો હતો
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ