ગીર સોમનાથ, 7 ઓક્ટોબર (હિ.સ.) ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા સ્થિત ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ માં અભ્યાસ કરતી ધોરણ 9ની બક્ષીપંચ જ્ઞાતિની વિદ્યાર્થીનીઓને સમાજ કલ્યાણ વિભાગના કાર્યક્રમ અંતર્ગત સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું.
આ વિતરણ કાર્યક્રમ પૂર્વ કેબિનેટ મંત્રી તથા સંકુલના સ્થાપક જશાભાઈ બારડ ના વરદ હસ્તે યોજાયો હતો. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓને ઘરે થી શાળાએ સરળતાથી જઈ શકે, વાહન વ્યવહારની મુશ્કેલીઓ દૂર થાય અને કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે હેતુસર આ યોજના અમલમાં મુકાઈ છે.
કાર્યક્રમ અંતર્ગત કુલ ૨૨૦ વિદ્યાર્થીનીઓને સાયકલો વિતરણ કરવામાં આવી હતી. જેના લીધે ધો. 9માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થિનીઓને આ લાભ મળ્યો છે.
આ પ્રસંગે ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ ના આચાર્ય જોષી સાહેબ, કન્યા શાળાના આચાર્ય દિનેશભાઈ બારડ, અશ્વિનભાઈ બારડ, સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે આ પ્રસંગે જણાવ્યું કે, “કન્યા શિક્ષણ એ સમાજ વિકાસનો આધાર છે. વિદ્યાર્થિનીઓને અભ્યાસમાં સરળતા રહે તે માટે આપવામાં આવેલી સાયકલો કન્યાઓને આગળ વધવા પ્રેરણા પૂરું પાડશે.”
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ