જામનગર ડેન્ટલ કોલેજ દ્વારા ધ્રોલ ખાતે વડીલો માટે ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું
જામનગર, 7 ઓક્ટોબર (હિ.સ.) આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ નિમિત્તે વૃદ્ધો માટે દેખરેખની જવાબદારી લેવાના સંકલ્પના ભાગરૂપે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગર દ્વારા ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે એક વિશેષ આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં
ડેન્ટલ ચેકઅપ


જામનગર, 7 ઓક્ટોબર (હિ.સ.) આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ નિમિત્તે વૃદ્ધો માટે દેખરેખની જવાબદારી લેવાના સંકલ્પના ભાગરૂપે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગર દ્વારા ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે એક વિશેષ આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વૃદ્ધોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ડેન્ટલ ચેકઅપ અને જરૂરિયાતમંદોને વિનામૂલ્યે નવા ચોક્ઠા બનાવી આપવામાં આવ્યા હતા.​આ કેમ્પમાં 90 થી વધુ વડીલોએ ઉત્સાહભેર કેમ્પનો લાભ લીધો હતો, જ્યાં તેમનું યોગ્ય નિદાન કરીને ચોક્ઠા બનાવવા માટેના માપ લેવાની વ્યવસ્થા ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે જ કરવામાં આવી હતી. માત્ર એક જ દિવસમાં ૩૦થી વધુ ચોક્ઠાના તમામ માપ લેવામાં આવ્યા હતા.આ ઉપરાંત, વડીલોને ચોક્ઠાની યોગ્ય સંભાળ માટેની મહત્ત્વની માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી, સાથે જ ચોકઠું યોગ્ય રીતે સાચવવા માટે ડેન્ચર હાઇજીન કીટનું પણ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ તમામ નિદાન, સારવાર અને કીટ વિતરણ ડેન્ટલ કોલેજ જામનગરના ચોક્ઠા વિભાગ દ્વારા સંપૂર્ણપણે વિના મૂલ્યે કરવામાં આવ્યું હતું.​ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ તથા હોસ્પિટલ જામનગરના ડિન ડો. નયના પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ ચોક્ઠા વિભાગના વડા પ્રોફેસર ડો. સંજય લગદીવે, સીનીયર ડો. સંજય ઉમરાણીયા અને સીનીયર ડો. ધારા રાણાની આગેવાની હેઠળ આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિભાગના તમામ ડોક્ટર સ્ટાફ, પી.જી. ડોક્ટર, અને ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ધ્રોલ સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. સાગર ગામી, ડેન્ટલ સર્જન ડો. નીલદીપ ભીમાણી તથા તેમની ટીમે પણ આ આયોજનને સફળ બનાવવા માટે વિશેષ સહકાર પૂરો પાડ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande