સાવરકુંડલામાં જીએસટી વિભાગની 11 ટીમો દ્વારા દરોડા – શહેરમાં ચકચાર
અમરેલી, 7 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લામાં સાવરકુંડલા શહેરમાં આજે જીએસટી વિભાગની 11 જેટલી ટીમોએ અચાનક દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ કામગીરી શહેરના મેઇન બજાર, પોસ્ટ ઓફિસ રોડ અને મહુવા રોડ વિસ્તારના વેપારીઓને લગતી છે. જીએસટી
સાવરકુંડલામાં જીએસટી વિભાગની 11 ટીમો દ્વારા દરોડા – શહેરમાં ચકચાર


અમરેલી, 7 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લામાં સાવરકુંડલા શહેરમાં આજે જીએસટી વિભાગની 11 જેટલી ટીમોએ અચાનક દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ કામગીરી શહેરના મેઇન બજાર, પોસ્ટ ઓફિસ રોડ અને મહુવા રોડ વિસ્તારના વેપારીઓને લગતી છે.

જીએસટી વિભાગની ટીમો ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાંથી પહોંચી છે. ટીમોએ એકસાથે અલગ અલગ સ્થળોએ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે, આ દરોડા મુખ્યત્વે આંગડીયા પેઢીઓ અને ફાઇનાન્સ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના સ્થળોએ ચાલી રહ્યા છે.

ટીમો દ્વારા દસ્તાવેજો, એકાઉન્ટ બુક, તેમજ ડિજિટલ ડેટાની પણ વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શહેરના વેપારી વર્ગમાં આ અચાનક દરોડા કારણે ચકચાર મચી ગઈ છે.

જીએસટી વિભાગના સૂત્રો મુજબ, આ તપાસ “ટેક્સ ચોરી” અને “બિનકાયદેસર નાણાંની લેવડદેવડ” અંગેની ગુપ્ત માહિતીના આધારે હાથ ધરવામાં આવી છે. સંભાવના છે કે તપાસ મોડી રાત સુધી ચાલુ રહેશે. હાલ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવી નથી, પરંતુ જીએસટી વિભાગની આ કાર્યવાહી સાવરકુંડલા શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande