ગુન્હાખોરી અટકાવવાની, અમરેલી જિલ્લામાં પ્રથમ નવતર પહેલ — જીરા ગામની મહિલા સરપંચ દક્ષાબેન ચોડવાડીયાની અનોખી પહેલ પ્રશંસનીય બની
અમરેલી,7 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લામાં ગ્રામિણ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પરપ્રાંતીય ખેત મજૂરોની સંખ્યા વધી રહી છે. દાહોદ, પંચમહાલ તેમજ મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં મજૂરો અહીં આવીને ખેતી કામ કરતા હોવાથી અનેક ગામડાઓમાં તેમની વસાહત ઉભી થઈ છે.
ગુન્હાખોરી અટકાવવાની અમરેલી જિલ્લામાં પ્રથમ નવતર પહેલ — જીરા ગામની મહિલા સરપંચ દક્ષાબેન ચોડવાડીયાની અનોખી પહેલ પ્રશંસનીય બની


ગુન્હાખોરી અટકાવવાની અમરેલી જિલ્લામાં પ્રથમ નવતર પહેલ — જીરા ગામની મહિલા સરપંચ દક્ષાબેન ચોડવાડીયાની અનોખી પહેલ પ્રશંસનીય બની


ગુન્હાખોરી અટકાવવાની અમરેલી જિલ્લામાં પ્રથમ નવતર પહેલ — જીરા ગામની મહિલા સરપંચ દક્ષાબેન ચોડવાડીયાની અનોખી પહેલ પ્રશંસનીય બની


ગુન્હાખોરી અટકાવવાની અમરેલી જિલ્લામાં પ્રથમ નવતર પહેલ — જીરા ગામની મહિલા સરપંચ દક્ષાબેન ચોડવાડીયાની અનોખી પહેલ પ્રશંસનીય બની


ગુન્હાખોરી અટકાવવાની અમરેલી જિલ્લામાં પ્રથમ નવતર પહેલ — જીરા ગામની મહિલા સરપંચ દક્ષાબેન ચોડવાડીયાની અનોખી પહેલ પ્રશંસનીય બની


અમરેલી,7 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી જિલ્લામાં ગ્રામિણ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પરપ્રાંતીય ખેત મજૂરોની સંખ્યા વધી રહી છે. દાહોદ, પંચમહાલ તેમજ મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં મજૂરો અહીં આવીને ખેતી કામ કરતા હોવાથી અનેક ગામડાઓમાં તેમની વસાહત ઉભી થઈ છે. પરંતુ કેટલીક જગ્યાએ ગુન્હાખોરીના બનાવો જેમ કે ચોરી, લૂંટ, હત્યા જેવી ગંભીર ઘટનાઓમાં પરપ્રાંતીય તત્વો સંડોવાયેલા જોવા મળ્યા હતા. આ વધતી ગુન્હાખોરીને ધ્યાનમાં લઈને સાવરકુંડલા તાલુકાના જીરા ગામની મહિલા સરપંચ દક્ષાબેન ચોડવાડીયાએ એક અનોખી અને પ્રશંસનીય પહેલ હાથ ધરી છે.

જીરા ગામની કુલ વસ્તી આશરે ૮ હજાર છે, પરંતુ હાલ ત્યાં માત્ર ૧૨૦૦ જેટલા લોકો જ વસવાટ કરે છે, જેમાં મોટેભાગે વડીલોનો સમાવેશ થાય છે. યુવાનો મોટાભાગે રોજગાર માટે મહાનગરોમાં વસવાટ કરે છે, જ્યારે ગામમાં આશરે ૧૪૦૦ જેટલા ખેડૂત ખાતેદારો છે. આ ખેડૂતો ખેતી માટે મોટાભાગે પરપ્રાંતીય મજૂરો પર નિર્ભર રહે છે, જેના કારણે હાલમાં ગામમાં આશરે ૧૫૦૦ જેટલા પરપ્રાંતીય મજૂરો રહે છે. આ પરિસ્થિતિમાં વડીલોની સુરક્ષા અને ગુન્હાખોરી અટકાવવા દક્ષાબેન ચોડવાડીયાએ એક વિચારશીલ પગલું લીધું — ગામના તમામ પરપ્રાંતીય મજૂરોનું આધારકાર્ડ અને ફોટા સાથે રજીસ્ટ્રેશન શરૂ કરાવ્યું.

આ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં આશરે ૮૦૦ જેટલા મજૂરોનું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે. દક્ષાબેનની આ પહેલને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે વધાવી લીધી. તેમણે જણાવ્યું કે, આ રજીસ્ટ્રેશન પ્રક્રિયાથી પરપ્રાંતીય તત્વોમાં એક પ્રકારનો ધાક ઊભો થશે અને કોઈ ગુન્હો બન્યો હોય તો પોલીસને તપાસમાં સહેલાઈ થશે, કારણ કે રજીસ્ટર્ડ વ્યક્તિઓની સંપૂર્ણ માહિતી પોલીસ પાસે ઉપલબ્ધ રહેશે.

ગામના ચોકમાં તમામ પરપ્રાંતીય મજૂરોને બોલાવીને પોલીસ અધિકારીઓએ ગુન્હાખોરીથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો. સાથે સાથે સંજય ખરાતે પરપ્રાંતીય મજૂરોને વન્યપ્રાણીઓથી બાળકોની સુરક્ષા અંગે ખાસ સમજણ આપી. અમરેલી જિલ્લો સિંહોના વિસ્તાર તરીકે ઓળખાય છે, તેથી રાત્રિના સમયે ખેતમજૂરોને સાવચેત રહેવા પણ જણાવ્યું હતું.

ગામના વડીલ ચીમનભાઈ શેખડાએ જણાવ્યું કે “આ પહેલથી જીરા ગામમાં હવે શાંતિનો માહોલ વધુ મજબૂત બનશે અને વડીલોને સુરક્ષાનો વિશ્વાસ મળશે.” મહિલા સરપંચ દક્ષાબેન ચોડવાડીયાએ જણાવ્યું કે, “પરપ્રાંતીય મજૂરોના રજીસ્ટ્રેશનથી ગુન્હાખોરી અટકશે અને પોલીસને મદદરૂપ થશે. જો અન્ય ગામો પણ આ પહેલ અપનાવે તો સમગ્ર જિલ્લો ગુન્હામુક્ત બની શકે.”

આ પહેલને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સત્કાર અને સન્માન મળ્યું છે. સાથે સાથે એસ.પી. સંજય ખરાતે સાયબર ક્રાઇમ અને વન્યપ્રાણી સુરક્ષા અંગે પણ પરપ્રાંતીયોને માર્ગદર્શન આપ્યું હતું.

દક્ષાબેનની આ પહેલે ગ્રામિણ સુરક્ષાના ક્ષેત્રમાં નવી દિશા બતાવી છે. એક મહિલા સરપંચે પોતાની ચિંતા અને જવાબદારીને સમજીને જે રીતે વડીલોની સુરક્ષા માટે પગલું લીધું છે તે ખરેખર પ્રેરણારૂપ છે. જો અમરેલીના અન્ય ગામડાઓ પણ જીરા ગામના આ મોડેલને અપનાવે, તો ખરેખર ગ્રામિણ વિસ્તારો “ગોકુળિયા ગામડાં” બની શકે — જ્યાં વડીલો શાંતિ, સુરક્ષા અને સુખનો અનુભવ કરી શકે.

આ રીતે જીરા ગામની મહિલા સરપંચ દક્ષાબેન ચોડવાડીયાની “પરપ્રાંતીય મજૂરોની રજીસ્ટ્રેશન પહેલ” અમરેલી જિલ્લામાં ગુન્હાખોરી અટકાવવાનો એક નવો અને સરાહનીય અધ્યાય બની રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande