સિદ્ધપુરમા  મહિલા પર બળાત્કાર, આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો
પાટણ, 7 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના એક ગામમાં મહિલાએ કનુ મફાભાઈ વાઘરી વિરુદ્ધ બળાત્કારની ગંભીર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, તારીખ 5 સપ્ટેમ્બર, 2025ના રોજ રાત્રે આશરે 11 વાગ્યે આરોપી મહિલાનાં ઘરમાં ઘૂસી ગયો હતો. તેણે મહિલાન
સિદ્ધપુરમા  મહિલા પર બળાત્કાર, આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો


પાટણ, 7 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના એક ગામમાં મહિલાએ કનુ મફાભાઈ વાઘરી વિરુદ્ધ બળાત્કારની ગંભીર ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ અનુસાર, તારીખ 5 સપ્ટેમ્બર, 2025ના રોજ રાત્રે આશરે 11 વાગ્યે આરોપી મહિલાનાં ઘરમાં ઘૂસી ગયો હતો. તેણે મહિલાનું મોં દબાવ્યું અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આરોપીએ મહિલાને ઘરના પાછળના દરવાજેથી ખેંચી તેમના બકરાના વાડામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન મહિલાએ બુમાબુમ કરતા આસપાસના લોકો જાગી ગયા હતા. અવાજ સાંભળીને આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ મામલે સિદ્ધપુર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા કલમ 64(1) (બળાત્કાર), 351(3) (ધમકી/અપહરણ સંબંધિત) અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 135 (જાહેરનામાનો ભંગ) હેઠળ ગુનો નોંધીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો પણ ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande