ગાંધીનગર જિલ્લામાં મતદારયાદીની એસઆઈઆર અંતર્ગત કલેકટર દ્વારા વિવિધ સ્થળોની રૂબરૂ મુલાકાત કરવામાં આવી
ગાંધીનગર, 10 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર જિલ્લા કલેકટર જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ કે. દવેના વિશેષ માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લામાં, મતદારયાદી સુધારણા માટે જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના સુચારું અમલીકરણ અને આ
કલેક્ટર મેહુલ દવે


કલેક્ટર મેહુલ દવે


ગાંધીનગર, 10 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર જિલ્લા કલેકટર જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ કે. દવેના વિશેષ માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લામાં, મતદારયાદી સુધારણા માટે જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના સુચારું અમલીકરણ અને આયોજન બાબતે કલેકટર મેહુલ કે. દવે દ્વારા આજે રૂબરૂ મતદાર યાદી સુધારણા અંતર્ગત ચાલતી કામગીરીની વિવિધ સ્થળે ચકાસણી કરવામાં આવી છે.

આ મુલાકાત દરમિયાન ગાંધીનગર શહેરી વિસ્તારમાં આવેલ બુથ નંબર 209, સેક્ટર 27 ની સોમેશ્વર સોસાયટી ખાતે ઘર નંબર 843માં રહેતા રાજેશભાઈ ભીખુભાઈ વસાવાના ઘરે મતદાર સુધારણાની ચાલી રહેલી કામગીરી રૂબરૂ નિહાળતા, લેકટર દ્વારા રાજેશભાઈના પરિવાર તથા આસપાસના લોકોને SIR અંતર્ગત ચાલતી મતદાર સુધારણા કામગીરીની મહત્તા સમજાવવામાં આવી હતી.

કલેક્ટર દ્વારા લેવામાં આવેલી આ મુલાકાત દરમિયાન SIRની કામગીરી પ્રત્યે લોકોનો સારો પ્રતિસાદ જોવા મળતા તેમણે સંતોષ વ્યક્ત કરતા, આ કામગીરી સાથે જોડાયેલા તમામ કર્મયોગીઓને બિરદાવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, કલેકટરની આ મુલાકાત અંતર્ગત પ્રાંત ગાંધીનગર પાર્થ કોટડીયા, મામલતદાર મહેશ ગોહિલ, સેક્ટર ઓફિસર રાહુલ ચૌહાણ, બી એલ ઓ ફોરમબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande