
ગાંધીનગર, 10 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલી નુકસાનીમાં મદદ કરવા અત્યાર સુધીનું સૌથી મોટું ખેડૂત રાહત પેકેજ જાહેર કરતા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા ચૌધરી ગામના સરપંચ ઇશ્વરભાઇ પટેલે એક ખેડૂત પુત્ર તથા ગામના સરપંચ હોવાને ના તે દરેક ખેડૂતો વતી આ સહાય બદલ સરકાર નો આભાર વ્યક્ત કર્યો.
આ તકે સરપંચ એ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે સમગ્ર રાજ્ય સહિત, દહેગામ તાલુકાના ખેડૂતોને ખેતીમાં ઘણું નુકસાન થયું છે, જેમાં વાસણા ચૌધરી ગામના ખેડૂતોને પણ મગફળી ડાંગર જેવા પાકમાં નુકસાની આવી છે.
ત્યારે, વાસણા ચૌધરી ગામના સરપંચ તરીકે વાત કરવામાં આવે તો, વાસણા ચૌધરી ગામના 200થી વધુ ખેડૂતો મગફળી વાવે છે, 50 જેટલા ખેડૂતો ડાંગર નો પાક લે છે, તો ઘણા બધા ખેડૂતો અડદ, મગ જેવા કઠોળ પાકો નું વાવેતર કરે છે. આ બધા જ ખેડૂતોને કમોસમી વરસાદની કુદરતી આપદાથી ખેતીમાં ઘણું નુકસાન થયું છે.
આ નુકશાનની ભરપાઈ કરવા અને ખેડૂતોની ખરાબ સ્થિતિને સમજી તેમને ટેકો કરવા, સરકારએ જે 10,000 કરોડનું રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યું છે, તેના કારણે ખેડૂતોને નિરાશામાં એક આશાનું કિરણ દેખાયું છે. તેઓ આ પેકેજ રાહતથી ઘણો ફાયદો મેળવશે. સરકારની આ રાહતથી ખેડૂતોને નુકસાનનો ખર્ચ મળશે,જેથી ખેડૂતોને નવી ખેતી કરવા પ્રોત્સાહન મળશે.
ગામના સરપંચ તરીકે અને એક ખેડૂત પુત્ર તરીકે સરકારના આ સહાય પેકેજની રાહત બદલ દરેક ખેડૂત ભાઈઓ વતી, સરકારની આ સહાયને વધાવતા સરકાર નો તેમણે ખુબ ખુબ આભાર પણ માન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ