
- 8 વાહનો પરથી આશરે 2.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
ગાંધીનગર, 10 નવેમ્બર (હિ.સ.) : કલેક્ટર, ગાંધીનગર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ગાંધીનગરની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા ગાંધીનગર જીલ્લામાં છેલ્લા 08 દિવસમાં અલગ-અલગ વિસ્તારોમાં ખનિજના બિન-અધિકૃત વહન/ખનનની આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન બ્લેકટ્રેપ, સાદીરેતી તથા સાદીમાટી ખનિજના બિનઅધિકૃત વહન સબબ કુલ-08 પરથી 2.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. જે જપ્ત કરેલા વાહનો બાલાપીર, તા. જી.ગાંધીનગરના બાલાપીર સર્કલ પાસેથી વાહનોની વિગતો (૧) વાહન ડમ્પર નં NL-06-A-6503 ના વાહન માલિક વિષ્ણુભાઈ પ્રજાપતિ સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા પકડવામાં આવેલ. મોજે. લેકાવાળા તા.જી.ગાંધીનગર ખાતેથી (૨) વાહન ટ્રેક્ટર નં. GJ18BP8373 ના વાહન માલિક જીતેન્દ્ર વણઝારા દ્વારા સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ વગર વહન કરતા પકડવામાં આવેલ. મોજે. તેરસા ચોકડી , તા.જી.ગાંધીનગર ખાતેથી (૩) વાહન ડમ્પર નં. GJ-08-Y-6548 ના વાહન માલિક દિનેશ બારોટ દ્વારા સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતા પકડવામાં આવેલ. મોજે. પુન્દ્રસણ, તા.જી.ગાંધીનગર ખાતેથી (૪) વાહન ડમ્પર નં. GJ-01-LT-9945 ના વાહન માલિક વિક્રમભાઈ ઓડ દ્વારા સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતા પકડવામાં આવેલ. મોજે. દહેગામ , તા. દહેગામ જી.ગાંધીનગર ખાતેથી (૫) વાહન ડમ્પર નં. GJ-18-BT-7852 ના વાહન માલિક જયેશભાઈ ઓડ દ્વારા સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતા પકડવામાં આવેલ. મોજે. નાના ચિલોડા-પાલજ રોડ, તા. જી.ગાંધીનગર (૬) વાહન ડમ્પર નં. GJ-24-X-4383 ના વાહન માલિક અલ્પેશ બારોટ દ્વારા સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતા પકડવામાં આવેલ. મોજે. મોટી આદરજ રોડ, તા. જી.ગાંધીનગર (૭) વાહન ડમ્પર નં. GJ-17-XX-0558 ના વાહન માલિક રવિભાઈ પટેલ દ્વારા સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ વગર વહન કરતા પકડવામાં આવેલ. મોજે. વાવોલ, તા. જી.ગાંધીનગર (૮) વાહન ડમ્પર નં. GJ-35-T-5550 ના વાહન માલિક મયુરભાઈ પટેલ દ્વારા ક્વાર્ટ્ઝ ખનિજના રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતા પકડવામાં આવેલ.આમ, કુલ ૦૮ ડમ્પર/ટ્રેક્ટર વાહનોની આશરે કુલ ૨.૪૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. તેમજ બિન-અધિકૃત ખોદકામ કરેલ સાદીરેતી ખનિજના ખાડાના જથ્થાની માપણી કરી દંડકીય રકમની વસુલાત અંગેની કાર્યવાહી ધરવામાં આવશે. ઉપરોક્ત જપ્ત કરેલ મશીનના વાઇનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી ધરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ