અમરેલી સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ગૌવંશની કતલ કરનાર ત્રણ આરોપીઓને આજીવન કેદ અને રૂ. 6,08,000નો દંડ
અમરેલી, 13 નવેમ્બર (હિ.સ.) : ગૌવંશની કતલ કરવાના ગુનામાં અમરેલી સેશન્સ કોર્ટ દ્વારા ઈતિહાસમાં પ્રથમવાર કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે ત્રણ આરોપીઓને આજીવન કેદ અને દરેકને રૂ. 6,08,000નો દંડ ફટકાર્યો છે. સ્પેશિયલ સરકારી વકીલ ચંદ્રેશ બી. મહેતાની ધારદાર દલી
અમરેલી સેશન્સ કોર્ટનો ઈતિહાસિક ચુકાદો — ગૌવંશની કતલ કરનાર ત્રણ આરોપીઓને આજીવન કેદ અને રૂ. 6,08,000નો દંડ


અમરેલી, 13 નવેમ્બર (હિ.સ.) : ગૌવંશની કતલ કરવાના ગુનામાં અમરેલી સેશન્સ કોર્ટ દ્વારા ઈતિહાસમાં પ્રથમવાર કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે ત્રણ આરોપીઓને આજીવન કેદ અને દરેકને રૂ. 6,08,000નો દંડ ફટકાર્યો છે. સ્પેશિયલ સરકારી વકીલ ચંદ્રેશ બી. મહેતાની ધારદાર દલીલો અને પુરાવાઓને આધારે સેશન્સ જજ રીજવાનાબેન બુખારીએ આ ચુકાદો આપ્યો હતો.

મળતી માહિતી મુજબ, અમરેલી શહેરના બહારપરા વિસ્તારમાં આવેલા મોટા ખાટકીવાડ કોળીવાડના નાકે રહેતા અક્રમભાઈ હાજીભાઈ સોલંકી પોતાના રહેણાંક મકાનમાં હિંદુ ધર્મના પવિત્ર પ્રતીક એવા ગૌવંશ – ગાય, વાછરડી અને વાછરડાની કતલ કરી તેનું ગૌમાંસ વેચાણ કરતા હતા. કતલ દરમિયાન નીકળેલું લોહી જાહેર ગટરમાં નાખવામાં આવતા દુર્ગંધ ફેલાઈ રહી હતી.

આ અંગે 6 નવેમ્બર 2023ના રોજ વનરાજભાઈ માંજરિયાને બાતમી મળતાં પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપી કાસીમભાઈ હાજીભાઈ સોલંકી ઝડપાયા હતા, જ્યારે અન્ય બે આરોપી સતારભાઈ ઇસ્માઈલભાઈ સોલંકી અને અક્રમભાઈ હાજીભાઈ સોલંકી ફરાર થઈ ગયા હતા. તપાસ દરમિયાન રસોડામાં પશુના કતલ કરાયેલા ટુકડા, ચામડું, પૂંછડી, પગના ભાગો અને 40 કિલો ગૌમાંસ સહિત કતલના સાધનો મળી આવ્યા હતા. આ કેસની તપાસ પી. એસ. આઈ. કે. એમ. પરમાર દ્વારા કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ થયેલા પુરાવાઓ અને સાક્ષીઓના આધારે ત્રણેય આરોપીઓને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 5 હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ ચુકાદાને “ગૌવંશ સંરક્ષણ માટેનો કડક અને ન્યાયસભર નિર્ણય” તરીકે ગણવામાં આવી રહ્યો છે. આ નિર્ણયથી ગૌવંશની કતલ કરનારા તત્વો માટે એક કડક સંદેશો ગયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande