પાટણ બસ સ્ટેશન પાસે શંકાસ્પદ ગાંઠ મળી, તંત્રમાં ચકચાર
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.)પાટણ શહેરના નવા બની રહેલા બસ સ્ટેશનના ગેટ નજીકથી શંકાસ્પદ ગાંઠ મળતા તંત્ર દોડતું થયું હતું. બસ સ્ટેન્ડ આસપાસ અનેક હોસ્પિટલો હોવાથી પ્રાથમિક તબક્કે આ ગાંઠ માનવ અંગોની હોવાનું અનુમાન કરાયું હતું. ઘટનાની જાણ થતાં જ તાલુકા હેલ્થ
પાટણ બસ સ્ટેશન પાસે શંકાસ્પદ ગાંઠ મળી, તંત્રમાં ચકચાર


પાટણ, 13 નવેમ્બર (હિ.સ.)પાટણ શહેરના નવા બની રહેલા બસ સ્ટેશનના ગેટ નજીકથી શંકાસ્પદ ગાંઠ મળતા તંત્ર દોડતું થયું હતું. બસ સ્ટેન્ડ આસપાસ અનેક હોસ્પિટલો હોવાથી પ્રાથમિક તબક્કે આ ગાંઠ માનવ અંગોની હોવાનું અનુમાન કરાયું હતું. ઘટનાની જાણ થતાં જ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. અલ્કેશ સોહલ અને તેમની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

સિવિલ હોસ્પિટલમાં કરાયેલ તપાસ બાદ ડૉ. સોહલે જણાવ્યું કે મળી આવેલી ગાંઠ માનવસર્જિત હોવાનું જણાયું છે. વધુ તપાસ માટે આ ગાંઠને ધારપુર ખાતે મોકલી દેવામાં આવી છે જેથી તે કયા અંગની છે તે સ્પષ્ટ થઈ શકે.

શહેરના બુદ્ધિજીવીઓએ માગ કરી છે કે આ ગાંઠ ફેંકનાર વ્યક્તિની CCTV ફૂટેજના આધારે તપાસ કરી કાયદેસર પગલાં લેવાં જોઈએ. તેઓએ જણાવ્યું કે આવી બેદરકારી જાહેર આરોગ્ય અને બાયોમેડિકલ વેસ્ટ નિકાલના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande