
પાટણ, 15 નવેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં શ્રીમદ્ ભાગવદ્ ગૌ કથા માટે વિશાળ બાઈક રેલી અને ગૌમાતા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીને પાટણની એમ. એન. હાઈસ્કૂલ ખાતેથી બ્રહ્મચારી મુકુંંદ પ્રકાશ મહારાજે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
રેલીમાં બહેનો અને ભાઈઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને પોતાના એક્ટિવા અને બાઈક પર સવાર થઈને ભાગ લીધું હતું. આ રેલી પાટણના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી.
આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના લોકોને ગૌ કથા માટે આમંત્રણ પાઠવવાનો હતો. રેલી દરમિયાન સમગ્ર પાટણમાં ધાર્મિક વાતાવરણ છવાયું હતું અને લોકો ઉત્સાહભેર સ્વાગત કરવા માટે ઉમટ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ