




સભા સ્થળે પ્રવેશ કરી ખુલ્લી ગાડીમાં ફરી લોકોનું અભિવાદન કર્યું હતું
ભરૂચ, 15 નવેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડીયાપાડા ખાતે રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલી સભા સ્થળ પર આવતા ખુલ્લી ગાડીમાં ફરતા મોદી મોદીના નારાથી આખા ત્રણેય ડોમ ગુંજી ઉઠ્યા હતા. ત્યારબાદ સભા સ્થળ સ્ટેજ ઉપર બિરસા મુંડાના વંશજ સુખરામ મુંડા અને રવિ મુંડાને બેસાડી તેમનું સાલ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્ટેજ ઉપર બિરસા મુંડાની પ્રતિમાને નરેન્દ્ર મોદી અને તેના વંશજ એવા સુખરામ મુંડા અને રવિ મુંડા સાથે પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવરાજ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, ડો .જયરામ ગામીત,નરેશ પટેલ અને ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવા વિગેરેએ બિરસા મુંડાની પ્રતિમાને નમન કરીને પુષ્પ અર્પણ કર્યા હતા. આ બહુમાન તેમની અંગ્રેજો સામે નહીં આઝાદીની લડાઈ લડી શહીદી વહોરી તેનું સન્માન હતું. આજે બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ