નરેન્દ્ર મોદીએ દેડિયાપાડામાં એન્ટ્રી કરતા રોડ શો કર્યો
મોદી તેની કારમાં બહાર આવી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું ભરૂચ, 15 નવેમ્બર (હિ.સ.) : જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના દિવસે ડેડિયાપાડામાં ભવ્ય ઉજવણીમાં દેશના વડાપ્રધાન આદિવાસી વિસ્
નરેન્દ્ર મોદીએ દેડિયાપાડામાં એન્ટ્રી કરતા રોડ શો કર્યો હતો


નરેન્દ્ર મોદીએ દેડિયાપાડામાં એન્ટ્રી કરતા રોડ શો કર્યો હતો


નરેન્દ્ર મોદીએ દેડિયાપાડામાં એન્ટ્રી કરતા રોડ શો કર્યો હતો


નરેન્દ્ર મોદીએ દેડિયાપાડામાં એન્ટ્રી કરતા રોડ શો કર્યો હતો


મોદી તેની કારમાં બહાર આવી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું

ભરૂચ, 15 નવેમ્બર (હિ.સ.) : જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના દિવસે ડેડિયાપાડામાં ભવ્ય ઉજવણીમાં દેશના વડાપ્રધાન આદિવાસી વિસ્તારમાં પધાર્યા હતા. તેમને જોવા અને સાંભળવા હજારો લોકો આવ્યા હતા. ડેડિયાપાડા આગમન થતાં નરેન્દ્ર મોદીએ ખુલ્લી ગાડીમાં બહાર નીકળી રોડ શો કર્યો હતો.રોડ શોમાં હજારો લોકોએ તેમનું અભિવાદન ઝીલ્યું હતું.મોદીને જોવા લોકો બીજા ત્રીજા માળે ચડી ગયા હતા અને ત્યાંથી મોદી મોદી અને મોદીકાકાના નારા લગાવ્યા હતા. પ્રથમ તેમણે યાહમોગી સર્કલ ઉપર બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાર્પણ કરી ત્યાંથી આગળ રોડ શોમાં જોડાયા હતા. આ વિસ્તાર એમનો જુનો અને જાણીતો છે આખો વિસ્તારથી વાકેફ છે જેથી એમને ડેડિયાપાડા વિસ્તાર માટે ઘણો લગાવ છે. જેથી આદિવાસી સમાજ પ્રત્યે પણ એમને ઘણો લગાવ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande