પાટણના સરસ્વતી તાલુકાની ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં 'વિકસિત ગુજરાત 2047' થીમ હેઠળ કલા ઉત્સવ યોજાયો
પાટણ, 15 નવેમ્બર (હિ.સ.) : સરસ્વતી તાલુકાની ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં ''વિકસિત ગુજરાત 2047'' થીમ હેઠળ કલા ઉત્સવ યોજાયો હતો. આચાર્ય શૈલેષભાઈ સુથારના માર્ગદર્શન હેઠળ ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમની અધ્યક્ષતા કલ્પેશભાઈ
સરસ્વતી તાલુકાની ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં 'વિકસિત ગુજરાત 2047' થીમ હેઠળ કલા ઉત્સવ યોજાયો


પાટણ, 15 નવેમ્બર (હિ.સ.) : સરસ્વતી તાલુકાની ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં 'વિકસિત ગુજરાત 2047' થીમ હેઠળ કલા ઉત્સવ યોજાયો હતો. આચાર્ય શૈલેષભાઈ સુથારના માર્ગદર્શન હેઠળ ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમની અધ્યક્ષતા કલ્પેશભાઈ ચાવડાએ કરી, જ્યારે મુખ્ય મહેમાન તરીકે વાગડોદ કુમાર શાળાના સંગીત વિશારદ સુરેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા.

પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો અને મહેમાનોનું પુષ્પગુચ્છ અને પુસ્તકો આપી સન્માન કરવામાં આવ્યું. સંગીત, વાદન, બાળકવિ અને ચિત્ર જેવી વિવિધ સ્પર્ધાઓમાં આશરે ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. પ્રતિસ્પર્ધામાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા અને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન મળ્યું.

પ્રથમ ક્રમાંક વિજેતાઓમાં કશિશ નાયક (ગીત), અનિતા ઠાકોર (વાદન), આર્મી દેસાઈ (બાળકવિ) અને હિતાક્ષી પ્રજાપતિ તથા સેજલ રાવળ (ચિત્ર)નો સમાવેશ થાય છે. શાળા પરિવાર અને શિક્ષક સ્ટાફના પ્રયાસો દ્વારા સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો. નિલેશ શ્રીમાળી દ્વારા આયોજન અને સંચાલન કરવામાં આવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande