

પોરબંદર, 15 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મહીયારી ગામની મહંત વિરમદાસ વિદ્યામંદિર શાળા ખાતે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિજીની ઉજવણી કરવામા આવી હતી. પ્રાર્થના સભામા ભગવાન બિરસા મુંડાજી વિશે વિસ્તૃત જાણકારી આપવામા આવી હતી, ત્યાર બાદ પ્રાર્થનાસભામા જ રાષ્ટગાન વંદે માતરમના મૂળ વિશે પરિચય આપવામાં આવ્યો અને તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા મુળ વંદે માતરમ ગીતનું ગાન કરવામાં આવ્યુ હતું. ભગવાન બિરસા મુંડા જન્મજયંતિ અને રાષ્ટ્રગાનના મૂળ સ્વરૂપનું ગાન કર્યા બાદ અંતમા તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા સ્વદેશીના શપથ લેવામા આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya