
દાહોદ, 15 નવેમ્બર (હિ.સ.) દાહોદમા ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી ની ઉજવણી ધામધૂમથી શ્રીરામ પાર્ટી પ્લોટ ખાતે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
જનજાતિય ગૌરવ અને ભગવાન તરીકે પૂજાતા બિરસા મુંડાજીની 150 મી જન્મ જયંતી નિમિત્તે દાહોદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમનું આયોજન દરેક તાલુકા લેવલે કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે દાહોદ તાલુકાનું કાર્યક્રમ દાહોદ છાપરી મુકામે આવેલ શ્રીરામ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમની શરૂઆત પહેલા દેશના યશશવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમથી શરૂઆત થઈ હતી અને દેશના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાની વીરતાની સ્મૃતિઓ ને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી અને ભાજપ સરકાર દ્ધારા યોજનાઓ થકી થયેલ આદિવાસીઓના વિકાસની ચર્ચા કરતા કરી હતી અને તેમને દેશ ની મુખ્ય ધારામાં આગળ વધારવા માટે વધુ કર્યો અને યોજનાઓ ના લાભ આપી આગળ લાવવામાં આવશે તેવું જણાવ્યું હતું.
આ પ્રસંગે સન્માન પાત્ર ખેલાડીઓ એ મેળવલ સીધ્ધી માટે પ્રમાણ પત્ર અને મોમેન્ટો, આવાસ યોજનાઓના ઓર્ડર અને પાકા મકાનોના ઓર્ડરો તથા આવાસોની ચાવી આપી અને કુંવર બાઈ નું મામેરું ના ચેક આપવામાં આવ્યા હતા.
દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોર એ તેમના પ્રવચનમાં ભાજપ સરકાર દ્ધારા જળ અને જંગલની જમીનના હક આપ્યા, પાકા મકાનો અને આયુષ માન કાર્ડ જેવી યોજનાઓ ગરીબ લોકોને આરોગ્યના થતા તોતિંગ ખર્ચા થી બચાવવાં માટે આપી છે.
જયારે રાજ્ય કક્ષાના મંત્રી દર્શના બેને તેમના પ્રવચનમા આ સરકાર આદિવાસીઓ ની ચિંતા કરે છે આ સરકારે અનેક લાભો આપ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપણને મળે છે તે માટે આપડે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીયે છે તેથી આપડે વિકાસના પંથે આગળ વધી રહ્યા છીએ
આ જનજાતિયા યાત્રામાં ગુજરાત સરકારના રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા , દાહોદ ધારાસભ્ય કનૈયા લાલ કિશોરી, દાહોદ DSP રવિરાજ સિંહ જાડેજા, દાહોદ,પ્રાંતધિકારી, મામલતદાર નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, તેમજ જિલ્લાના સંઘના તથા સંગઠનના હોદ્દેદારો તેમાંજ જનજાતિના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah