



અંબાજી, 15 નવેમ્બર (હિ.સ) : આદિવાસી સમાજના બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ મહોત્સવ 1 નવેમ્બર થી 15 નવેમ્બર સુધી ચાલી રહ્યો હતો, તેમાં એક ભાગનું અંબાજી ખાતેથી સમાપન કરવામાં આવ્યું છે જોકે આ બિરસા મુંડાની જન્મ જયંતિ મહોત્સવના ભાગ રૂપે જનજાતિ ગૌરવ વર્ષ ની ઉજવણી અવિરત પણે જોવા મળી રહી છે. ત્યારે આજે ગુજરાતના વન અને પર્યાવરણ તેમજ ક્લાઈમેટ મંત્રી પ્રવીણભાઈ માળી તેમજ રાજસભાના સાંસદ બાબુભાઇ દેસાઈના અધ્યક્ષ સ્થાને શક્તિપીઠ અંબાજી ખાતે બિરસા મુંડાની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. જેને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લી મૂકી હતી. આ જન્મ જયંતિ નિમિતે મોટી સંખ્યામાં જનજાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઉપસ્થિત મંત્રી તેમજ મહાનુભાવોની આદિવાસીના શસ્ત્ર ગણાતા તિરકામઠાની ભેટ આપી સન્માનિત કરાયા હતા. જયારે આદિજાતિના વિકાસની વિવિધ યોજનાના લાભો પણ અંબાજી ખાતે મંત્રીના હસ્તે લાભાર્થીઓના અર્પણ કરવામાં આવ્યા હતાને આદિવાસી ક્લચરરને લગતી સાંસ્કૃતિક કાર્યક્રમોં પણ રજૂ કરી બિરસા મુંડાને યાદ કર્યા હતા. આજે આ જન્મજ્યંતિ નિમિતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ જન્મ જયંતિ દરમિયાન વર્ચુલી સંબોધન કર્યું હતું તેમજ આજના પ્રસન્ગ ને યાદગાર બનાવવા અંબાજી gmdc વિસ્તારમાં મંત્રી સાંસદ તેમજ જિલ્લા કલેકટર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે વન મંત્રી એ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાને આદિવાસી વિસ્તાર માટે કલ્યાણકારી યોજનાઓને લઇ 9700 કરોડ રૂપિયાની જાહેરાત કરાઈ હતી તેમજ 250 જેટલી એસટી બસોનું પણ લોકાર્પણ આજે કરાયા હોવાનું વન મંત્રી પ્રવીણભાઈ માળી એ ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લાના અઘિકારીઓ અને ધારાસભ્ય ઊપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ