સિદ્ધપુરમાં બિહાર વિધાનસભા ચૂંટણીમા NDAની જીતનો વિજયોત્સવ
પાટણ, 15 નવેમ્બર (હિ.સ.)બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાં સિદ્ધપુરમાં NDAની જીતનો વિજયોત્સવ ઉજવાયો. ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડ્યા અને મીઠાઈ વહેંચીને આ જીતની ખુશી વ્યક્ત કરી. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ભાજપના સતત વિજયને ધ્યાનમાં રાખીને સિદ
સિદ્ધપુરમાં બિહાર વિધાનસભા ચૂંટણીમા NDAની જીતનો વિજયોત્સવ


સિદ્ધપુરમાં બિહાર વિધાનસભા ચૂંટણીમા NDAની જીતનો વિજયોત્સવ


પાટણ, 15 નવેમ્બર (હિ.સ.)બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાં સિદ્ધપુરમાં NDAની જીતનો વિજયોત્સવ ઉજવાયો. ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડ્યા અને મીઠાઈ વહેંચીને આ જીતની ખુશી વ્યક્ત કરી.

રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ભાજપના સતત વિજયને ધ્યાનમાં રાખીને સિદ્ધપુરના ભાજપ કાર્યાલય ખાતે પણ આ વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું. શહેર અને તાલુકા કાર્યકરો આ પ્રસંગે ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા.

વિજયોત્સવમાં સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ જોશી, સિદ્ધપુર APMC ચેરમેન વિષ્ણુભાઈ પટેલ તેમજ અન્ય પદાધિકારીઓ વિક્રમસિંહ ઠાકોર, નારીભાઈ આસનાણી, નિરંજનભાઈ ઠાકર, દિલીપજી ઠાકોર અને અનેક નગરજનો ઉપસ્થિત રહ્યા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande