
પોરબંદર, 15 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના આંગણે શિયાળાની શુભ સવારે તારીખ 16-11-2025 ને રવિવારના રોજ શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા કોસ્ટલ હાફ મેરાથોન 2025 નું આયોજન કરવામાં આવ્યું છે.
લોકોની આરોગ્ય સારું રહે, તંદુરસ્ત રહે, નિરોગી રહે અને સ્પોર્ટસની મજા માણી શકે તે માટે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા યોજવામાં આવતી આ મેરાથોનમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી દોડવીરો આ સ્પર્ધામાં ભાગ લેવા ઉમટી પડશે. જેમાં 2 કી.મી. કિડ્સ રન, 5 કી.મી.ફન રન(ચાલવાનુ), 5 કી.મી. સ્માર્ટ રન (સ્પાર્ધાત્મક), 10 કી.મી.ફિટનેશ રન (સ્પાર્ધાત્મક), 21 કી.મી. હાફ મેરાથોન (સ્પાર્ધાત્મક) વિવિધ ઉંમરની કેટેગરી વાઈઝ યોજાશે.
આ સ્પર્ધામાં પોરબંદર શહેરનાં નગરજનો પણ ખુબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. આ મેરાથોનનો રૂટ ચોપાટી હાથીવાળા ગ્રાઉન્ડથી રિલાયન્સ ફુવારો, જુનો ફુવારો, કમલાબાગ, વીર ભનુની ખાંભી થી બિરલા ઈન્દિરાનગર થી ઓડદર થઈને પરત બિરલા ઇન્દિરાનગર વીર ભનુની ખાંભીએથી થઈ પેરેડાઈઝ ફુવારા થી કલેક્ટર બંગલોથી કનકાઈ મંદિરવાળા ગેટથી ચોપાટી થઈને હાથી વાળા ગ્રાઉન્ડમાં પરતનો 21 કી.મી. માટેનો રહેશે તેમજ 10 કી.મી.વાળા દોડવીરોએ ઇન્દિરાનગર થી પરત થવાનું રહેશે અને ૫ કી.મી.વાળા દોડવીરોએ વીર ભનુની ખાંભી થી પરત થવાનું રહેશે. તેમજ 2 કી.મી.નો રૂટ હાથીવાળા ગ્રાઉન્ડથી કનકાઈ માતાજીનાં મંદિર થઇ ચોપાટી થઈને હાથીવાળા ગ્રાઉન્ડે પરત આવવાનો રહેશે. આ મેરાથોનના સમગ્ર રૂટ પર પારદર્શિતા અને નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે વિડિઓગ્રાફી, ડ્રોન કેમેરા તથા સી.સી.ટી.વી. કેમેરા મારફતે સતત મોનિટરિંગ કરવામાં આવશે. ઉપરાંત, દરેક ટર્નિંગ પોઇન્ટ પર ટાઈમીંગ ચીપ સિસ્ટમ દ્વારા દોડવીરોની ચીપ સ્કેન કરવામાં આવશે, જેથી દોડનું ટ્રેકિંગ સચોટ અને વિશ્વસનીય બની રહે. આ મેરાથોનમાં 6 વર્ષથી ઉંમરનાં લઇને 90 વર્ષની ઉંમર સુધીનાં દોડવીરો ભાગ લઇ રહ્યા છે જેમાં વિવિધ કેટેગરી વાઇઝ સ્પર્ધાત્મક દોડમાં દોડવીરો ઉપર મુજબનાં રૂટમાં અલગ અલગ કેટેગરી વાઈઝ દોડ લગાવશે. દરેક ઈવેન્ટવાઈઝ સ્પર્ધામાં લીડ લેનાર દોડવીર આગળ પાઇલોટીંગ ટીમ રાખવામાં આવેલ છે. તેમજ રૂટ ઉપર પણ પાઇલોટીંગ ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. દોડવીરોની સુવિધા માટે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ – પોરબંદર દ્વારા સવારે રીપોટીંગ પુર્ણ થયા બાદ સી.પી.આર.ની તાલીમ આપવામાં આવશે ત્યારબાદ એક્સટ્રીમ ફીટનેશ કેર દ્વારા ઝુમ્બા ડાન્સ સાથે સ્ટ્રેચિંગ કરાવવામાં આવશે. રૂટ ઉપર દર 2 (બે) કી.મી.એ મંડપો સ્વયંસેવકો સાથે ગોઠવવામાં આવેલ છે. જેમાં પાણી, એનર્જી ડ્રિન્ક્સ પુરતા પ્રમાણમાં મળી રહે તે માટેની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. તેમજ અમુક અંતરે ડી.જે.ની સગવડતાઓ પણ રાખવામાં આવેલી છે. ગ્રાઉન્ડ ઉપર ચા-પાણી તથા નાસ્તા ની વ્યવસ્થા દોડવિરો માટે રાખવામાં આવેલ છે.
આ મેરાથોનને સફળ બનાવવા સહયોગ આપનાર પોરબંદર પોલીસ, પોરબંદર મહાનગરપાલિકા, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, જિલ્લા વહીવટી તંત્ર, રોટરી ક્લબ ઓફ પોરબંદર તેમજ મેડીકલ સેવાઓ માટે સીવીલ હોસ્પિટલ - પોરબંદર, આરોગ્ય વિભાગ પોરબંદર તથા 108 ઈમરજન્સી- ટીમ સેવા પુરી પાડવામાં આવશે. પોરબંદર પોલીસ વિભાગ દ્વારા આ મેરાથોનનાં દોડવીરોની સલામતી માટે ખુબ સુંદર ટ્રાફીક કંટ્રોલ તેમજ સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર મહાનગરપાલીકા દ્વારા સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા, રૂટ રીપેરીંગ, રૂટ સફાઈ, તેમજ બધી જઆનુસાંગીક વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે. ભાગ લેનાર દોડવીરોને તા.15/11/2025 ને શનિવારનાં રોજ તેમની કીટમાં બીબ, ચેસ્ટ નંબર સાથે આગલા દિવસે આપી દેવામાં આવશે. દોડવીરોએ બીબ નંબર ટી-શર્ટમાં લગાવી ભાગ લેવાનો રહેશે. બીબ નંબર લગાવેલ નહી હોય તો સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહી. તેમજ વિજેતાઓને માટે આશરે 1.50 (દોઢ લાખ) ના ઇનામો રાખવામાં આવેલ છે તેમજ ૫(પાંચ) લક્કી સાયકલ ડ્રો રાખવામાં આવેલ છે અને વિજેતાઓ માટે ટ્રોફી, ઈ-સર્ટીફીકેટ અને ફનરન સીવાય ના તમામ દોડવીરો માટે મેડલ તથા ઈ-સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે. આ ઇવેન્ટમાં રાહુલભાઈ ડાંગર, રેસ ડાયરેક્ટર, રાજકોટ તરફથી ટેકનીકલ એડવાઈઝર તરીકેની સેવા આપશે. તેમજ આલ્ફા સોલ્યુશન, પુણે (RFID) ની ડીજીટલ ટાઇમીંગ સિસ્ટમ સાથે વિજેતાઓનું રીઝલ્ટ શીટ તૈયાર થશે.
આ ઇવેન્ટને સફળ બનાવવા દોડવીરોને એક મહિનાથી ચોપાટી ખાતે તરૂણભાઈ ગોહેલ તેમજ અલગ અલગ જગ્યાએ પ્રેમજીભાઈ બોસ, શાંતિબેન ભુતીયા, શબાનાબેન પઠાણ, હરીશભાઇ ડોડીયા દ્વારા ખુબ સુંદર રીતે તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દોડવીરોને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબે તમામ પ્રકારની જરૂરી સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવેલ છે. પોરબંદર જિલ્લાના નગરજનોએ વહેલી સવારે 6-00 વાગ્યે આ મેરાથોન નિહાળવા શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya