

અંબાજી 15 નવેમ્બર (હિ.સ)ચાલુ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે તેમાં પણ મગફળી જેવો પાક ખરાબ થતા ખેડૂતો મોટી નુકસાનીનું સામનો કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને પોષમક્ષમ ભાવ આપવા માટે રાજ્યસરકારે ટેકાના ભાવ જાહેર કરી ખેડૂતોને સહાય રૂપ બની છે જેને લઇ દાંતા તાલુકા મથકે apmc માં ગુજકોમાસોલની પેટા સંસ્થા બનાસ FPO દ્વારા મગફળીની ખરીદી શરુ કરવામાં આવી છે જોકે હાલ તબક્કે ખુબ ઓછી માત્રામાં ખેડૂતો મગફળી લાવી રહ્યા છે ખેતીવાડી અધિકારીના જણાવ્યા પ્રમાણે 672 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે ત્યારે માંડ બે થી ત્રણ ખેડૂતોજ પોતાની મગફળી લાવ્યા છે જે જોતા આવકમાં મોટી ઘટ જોવા મળી હતી એટલુંજ નહિ છેલ્લા એક માસમાં જયારે મગફળી તૈયાર થઇ ગયી હતી ત્યારે કમોસમી વરસાદ પડતા મગફળી ને મોટું નુકસાન થયું છે જેના કારણે મગફળી ની આવક ઓછી આવી રહી હોવાનું નરેશ પટેલ (ખેતીવાડી અધિકારી)દાંતા એ જણાવ્યું હતું જોકે ખેડૂતો પણ કમોસમી વરસાદને ભારે દુઃખની લાગણી વ્યક્ત કરતા સરકારે જાહેર કરેલા ટેકાના ભાવની સરાહના કરી હતી પરંતુ મગફળીના કરેલા વાવેતર પ્રમાણે કમોસમી વરસાદને લઇ પૂરતો પાક ન મળતા મૂડી પણ ખોવાનો વારો આવ્યો છે તેવી વેદના વ્યક્ત કરી હતી એટલુંજ નહિ જે રીતે ટેકાના ભાવની ખરીદી મેં 35 થી 36 કિલો ની ભરણ માંગી રહ્યા છે ત્યારે ખેડૂતો 30 થી 32 કિલો ની ભરણ આપવા માંગ કરી છે હાલ તબક્કે ગતવર્ષની સરખામણી એ ખરીદી ખુબ ઓછા પ્રમાણ માં થઇ રહી છે ત્યારે બજારમાં વેપારીઓ મગફળીના રૂપિયા 900 થી 1100 આપીને લૂંટ ચલાવી રહ્યાનો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે સરકારે રૂપિયા 1452 નો ટેકાનો ભાવ જાહેર કરી ખેડૂતોને મદદરૂપ બની છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ