



પોરબંદર, 15 નવેમ્બર (હિ.સ.) : ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિના ઉજવણી કાર્યક્રમોના ભાગરૂપે રાતીયા ગામની વિવેકાનંદ વિનય મંદિર શાળા ખાતે ચિત્રકલા અને પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય આદર્શો, ભગવાન બિરસા મુંડાજીના જીવનમૂલ્યો અને દેશપ્રેમ પ્રત્યે જાગૃતિ લાવવાનો રહ્યો હતો.
સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને તેમની સર્જનાત્મકતા, કલાત્મક પ્રતિક્રિયા અને બિરસા મુંડાના પ્રસંગોચિત જીવનચરિત્રને સુંદર રીતે ચિત્રો અને પોસ્ટરો દ્વારા વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન શિક્ષકોએ વિદ્યાર્થીઓને બિરસા મુંડાના આદર્શો, તેમની રાષ્ટ્રીય ચેતનાના સંદેશ તથા સ્વાભિમાન માટેના યોગદાન અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya