
ગીર સોમનાથ, 15 નવેમ્બર (હિ.સ.) : સુત્રાપાડાના પ્રાચી તીર્થ ખાતે પ્રાસલી જિલ્લા પંચાયત સીટ ભાજપ દ્વારા આયોજિત નૃતન-વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેની શરૂઆત મહાનુભવ દ્વારા દીપ પ્રાગટય કરીને કરાઈ હતી. મહાનુભાવ દ્વારા સ્વદેશી વસ્તુઓ અપનાવવા પર ભાર મુક્યો હતો. આ તકે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીર સિંહ ઝાલા, શૈલેન્દ્રસિંહ રાઠોડ, બહદુર સિંહ ગોહીલ તેમજ સુત્રાપાડા ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો ખુબજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ