
સોમનાથ,15 નવેમ્બર (હિ.સ.) સોમનાથ જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલામૂછારની ઉપસ્થિતિમાં આ બેઠકમાં ધારાસભ્ય ભગવાન બારડ, વિમલ ચુડાસમા સહિત જનપ્રતિનિધિઓના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં.
બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો સહિત તાલુકા સ્તરે પ્રાકૃતિક કૃષિ વેચાણ વ્યવસ્થા ઉભી કરવા જગ્યા ફાળવવા બાબત સહિતની વિસ્તૃત ચર્ચા કરી કલેક્ટરએ વિભાગોએ પરસ્પર એકબીજા સાથે સંકલન જાળવી કાર્ય કરવા તેમજ નાગરિકલક્ષી કાર્યોમાં વિલંબ ન થાય તે માટેની ખાસ સૂચના આપી હતી.
કલેક્ટરએ જનહિતલક્ષી ફરિયાદોને સત્વરે લક્ષમાં રાખી તેનો ઝડપી ઉકેલ લાવવા પર ખાસ ભાર મૂક્યો હતો અને સરકારી વાહનો સ્ક્રેપ કરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ કરી અને સંલગ્ન વિભાગને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે નાગરિકલક્ષી અરજીઓના નિકાલપત્ર, મંત્રીના પ્રવાસને અનુલક્ષીને લાયઝન અધિકારીઓની નિમણૂક, સ્વાગત પોર્ટલ પરની અરજીઓના નિકાલ અને જનપ્રતિનિધિઓના પત્ર વિશે સમયસર વિગતો પૂરી પાડવા માર્ગદર્શિત કર્યા હતાં.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી સર્વ વિનોદ જોશી, કે.આર.પરમાર સહિત માર્ગ અને મકાન, સિંચાઈ, શિક્ષણ, ખેતીવાડી, પી.જી.વી.સી.એલ, જેટકો, સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ