ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં આધાર કાર્ડનો કેમ્પ યોજાશે
ગીર સોમનાથ 15 નવેમ્બર (હિ.સ.) ગીર સોમનાથના સુત્રાપાડા મૂકામે 0 થી 07 વર્ષ ના બાળકો ના આધાર કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં બાળક નો જન્મ તારીખ નો દાખલો અને તેની સાથે આવેલા તેના મમ્મી અથવા પપ્પા જે સાથે આવે તેનું આધાર કાર્ડ_સાથે મમ્મી પપ્પા ને
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં આધાર કાર્ડનો કેમ્પ યોજાશે


ગીર સોમનાથ 15 નવેમ્બર (હિ.સ.) ગીર સોમનાથના સુત્રાપાડા મૂકામે 0 થી 07 વર્ષ ના બાળકો ના આધાર કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં બાળક નો જન્મ તારીખ નો દાખલો અને તેની સાથે આવેલા તેના મમ્મી અથવા પપ્પા જે સાથે આવે તેનું આધાર કાર્ડ_સાથે મમ્મી પપ્પા ને જ આવવું તથા નવા આધાર કાર્ડ માં જન્મ તારીખ ના દાખલા માં બાળક નું પૂરું નામ અને માતા - પિતા ના નામ આધાર કાર્ડ પ્રમાણે હોવા જોઈએ અને આ કેમ્પમા 05 થી 17 વર્ષ ના બાળકો ના આધાર કાર્ડ અપડેટ બાકી હશે તે થઇ જશે_સાથે મોટી ઉમર ના લોકો ના ફિંગર ના આવતા હોય તેવા લોકોના આધાર કાર્ડ અપડેટ થઈ જશે.

કોઈ વ્યક્તિના ના આધાર કાર્ડ માં મોબાઇલ નંબર અપડેટ ન હોય તો મોબાઇલ નંબર અપડેટ થઈ જશે. કોઈ ને સુધારા કરવાના હોય તો આધાર કાર્ડ માં સુધારા થઈ જશે. કોઈ પણ વ્યક્તિ ને આધાર કાર્ડ માં ફોટો બદલવાનો હોય ફોટો બદલી જશે. સુત્રાપાડા નગરપાલિકા ખાતે સમય સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૪:૦૦ વાગ્યાં સુધી, તારીખ:૧૭–૧૮/૧૧/૨૦૨૫ (બે દિવસ) આ કેમ્પ યોજાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande