જૂનાગઢ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઇ
જુનાગઢ, 15 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ બેઠક કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમર, ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, ધારાસભ્ય અરવિંદ લાડાણી ઉપસ્થિત રહ્યા હતા. તે
જૂનાગઢ જિલ્લા સંકલન સહ ફરિયાદ


જુનાગઢ, 15 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ બેઠક કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમર, ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, ધારાસભ્ય અરવિંદ લાડાણી ઉપસ્થિત રહ્યા હતા.

તેઓએ રજૂ કરેલા ગ્રામ્ય વિસ્તારના લોકોના વિવિધ પ્રશ્નો અને તેના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી.કલેકટરએ સંબંધિત અમલીકરણ અધિકારીઓને નાગરિક સેવાઓ અને લોક સેવાઓના કાર્યો સરકારની જોગવાઈઓ નિયમો પ્રમાણે સમય મર્યાદામાં થાય તે માટે સુચના આપવામાં આવી હતી. આ બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકાના કમીશનર,જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી પ્રાંતઅધિકારીઓ અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં તાજેતરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીના ઉજવણી અને મુકિત દિન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ યુનિટી માર્ચમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ વિભાગના અધિકારીઓને કલેકટરના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande