
જામનગર, 15 નવેમ્બર (હિ.સ.) જામનગર શહેર જિલ્લા સહિત હાલાર ના નભોમંડળમાં સિંહ રાશિ ની ઉલ્કાવર્ષા તા.16 ને રવિવાર અને તા.17 ને સોમવાર ના રાત્રીના આકાશમાં રહેલા સિંહ રાશીના મુખમાંથી ચારેય દિશામાં થતી દેખાશે.
મધ્ય રાત્રી બાદ આકાશમાં સિંહ રાશી ના તારાઓ વધુ ઊંચાઈ ઉપર આવશે, જેથી મધ્ય રાત્રી થી વહેલી સવાર સુધી પ્રતિ કલાકમાં 15 થી વધારે ઉલ્કાઓ ખરતી દેખાશે. જોકે શહેરના લાઇટ અને પોલ્યુસનવાળા વાતાવરણથી દુર અંધારામાં આ ઉલ્કાવર્ષાનો નઝારો વધારે સારી રીતે માણી શકાશે.
જ્યારે કોઈ ધુમકેતુ પોતાના સૂર્ય ની આસપાસ ના પરિભૃમણ દરમ્યાન થોડા અવશેષો છોડી અનંત યાત્રાએ નીકળે પડે છે, અને આપણી પૃથ્વી જ્યારે આ ત્યજી દીધેલ અવશેષોની નજદીક થી પસાર થાય છે, ત્યારે આ અવશેષો ના થોડા કણો પૃથ્વી ના ગુરૂત્વાકષણ માં ખેંચાઇ ને ઘર્ષણ અને વધુ સ્પીડ ને કારણે તેજ લીસોટા ના સ્વરુપ માં પરીણમે છે, અને આની સંખ્યા વધારે હોય તો ઉલ્કાવર્ષા કહેવામાં આવે છે.
સિંહ રાશિની આ ઉલ્કાવર્ષા 55 પી.ટેમ્પલટટલ નામના ઘુમકેતુને આભારી છે. આ ઉલ્કાવર્ષા ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળશે. ખગોળ મંડળ જામનગર દ્વારા આ ઉલ્કાવર્ષા માણવા અને નરી આંખે તેનો નઝારો નિહાળવા માટે ખગોળપ્રેમીઓને સંસ્થના કિરીટભાઇ શાહે અનુરોધ કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt