પાટણ પાલિકાનો BJPનો આંતરિક વિવાદ શાંત, ઉપપ્રમુખ ચેમ્બર ફરી શરૂ
પાટણ, 15 નવેમ્બર (હિ.સ.) : પાટણ નગરપાલિકામાં BJPના બે જૂથો વચ્ચે ચાલી રહેલો આંતરિક વિવાદ હવે શમ્યો છે. 15 નવેમ્બર 2025ના લેવામાં આવેલા નિર્ણય મુજબ ઉપપ્રમુખની ચેમ્બર ફરી શરૂ થઈ છે અને પહેલા જનતા માટે બનાવાયેલ મુલાકાતી ખંડ બંધ કરાયો છે. અગાઉ પાલિકા પ
પાટણ પાલિકાનો BJPનો આંતરિક વિવાદ શાંત, ઉપપ્રમુખ ચેમ્બર ફરી શરૂ


પાટણ પાલિકાનો BJPનો આંતરિક વિવાદ શાંત, ઉપપ્રમુખ ચેમ્બર ફરી શરૂ


પાટણ પાલિકાનો BJPનો આંતરિક વિવાદ શાંત, ઉપપ્રમુખ ચેમ્બર ફરી શરૂ


પાટણ, 15 નવેમ્બર (હિ.સ.) : પાટણ નગરપાલિકામાં BJPના બે જૂથો વચ્ચે ચાલી રહેલો આંતરિક વિવાદ હવે શમ્યો છે. 15 નવેમ્બર 2025ના લેવામાં આવેલા નિર્ણય મુજબ ઉપપ્રમુખની ચેમ્બર ફરી શરૂ થઈ છે અને પહેલા જનતા માટે બનાવાયેલ મુલાકાતી ખંડ બંધ કરાયો છે. અગાઉ પાલિકા પ્રમુખે ઉપપ્રમુખની ઓફિસને અસંવૈધાનિક ગણાવી બંધ કરાવી હતી, જેના કારણે તણાવ વધ્યો હતો.

આ રાજકીય ખેંચતાણને કારણે ગટર, સ્ટ્રીટ લાઇટ, પાણી અને રોડ જેવી પાટણની પ્રાથમિક સુવિધાઓના કામો અટવાઈ ગયા હતા. પક્ષના એક જૂથે બીજા જૂથ પર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવતા સ્થિતિ વધુ તંગ બની હતી. શનિવારે 12:39ના કહેવાતા વિજય મુહૂર્તે બંને જૂથોએ મોં મીઠું કરી ચેમ્બર ફરી શરૂ થવાની ઉજવણી કરી.

આ વિકાસ પર પ્રતિસાદ આપતા પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે BJPના શાસકોએ રાજકીય ઉલ્લાસ જેટલો જ ઉત્સાહ જનતાની સમસ્યાઓ—ઉભરાતી ગટર, તૂટેલા રસ્તા, બંધ સ્ટ્રીટ લાઇટ અને શુદ્ધ પાણી—દૂર કરવા પણ દર્શાવવો જોઈએ. તેમણે જનતાના કામોને પ્રાથમિકતા આપવાની માંગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande