જામનગર શહેરમાં ગંદકીના ગંજ : મહાપાલિકાની એપ્લિકેશનમાં સોલીડ વેસ્ટ વિભાગ જ સક્રિય નથી
જામનગર, 15 નવેમ્બર (હિ.સ) જામનગર સ્વચ્છ, સુઘડ રહે તે માટે એપ્લિકેશન બનાવવામાં આવી છે પરંતુ સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા તેનો ઉપયોગ જ આવતો નથી. આખા શહેરમાં ગંદકી જોવા મળે છે.બીજી તરફ સરકારે સિટી ક્લિન એક્શન પ્લાનની જામનગરમાં અમલવારી માટે આયોજન કર્યું
કોર્પોરેશન


જામનગર, 15 નવેમ્બર (હિ.સ) જામનગર સ્વચ્છ, સુઘડ રહે તે માટે એપ્લિકેશન બનાવવામાં આવી છે પરંતુ સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા તેનો ઉપયોગ જ આવતો નથી. આખા શહેરમાં ગંદકી જોવા મળે છે.બીજી તરફ સરકારે સિટી ક્લિન એક્શન પ્લાનની જામનગરમાં અમલવારી માટે આયોજન કર્યું છે.

સ્માર્ટ સિટી ઓફિસર્સ 3111 નંબરની એપ્લિકેશન જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવી છે. જેમાં કચરાના ઢગલાની સફાઈ, અન્ય સોલીડ વેસ્ટની કામગીરી વગેરે ઓનલાઈન અપલોડ કરવાની હોય છે.

આથી ઓફિસમાં બેઠા બેઠા જ તમામ કામગીરીનો રિપોર્ટ મળી રહે. આથી જરૂરી પગલાં લઈ શકાય. સોલીડ વેસ્ટ સિવાયના અન્ય પણ તમામ વિભાગે પોતાના વિભાગની કામગીરી પણ અપલોડ કરવાની રહે છે. ટેક્સ શાખા જ્યારે પણ વેરા વસુલ માટે જાય ત્યારે તેની વિગતો અપલોડ કરવામાં આવે છે.

અન્ય પણ અમુક વિભાગો પોતાની કામગીરી આ એપ્લિકેશનમાં અપલોડ કરે છે. પરંતુ સોલીડ વેસ્ટ શાખાના એસ.આઈ. અને એસ.એસ.આઈ. તેમજ અન્ય જવાબદારો કચરાના કે સફાઈના અપલોડ કરતા નથી. જો યોગ્ય રીતે સફાઈ કામગીરી કરવામાં આવે તો પણ એર પોલ્યુશન કંટ્રોલમાં રહે. અને નવા નવા પ્રોજેક્ટ માટે પૈસા ખર્ચ કરવા ન પડે. પરંતુ આ કામગીરી. કરે કોણ ? અને કરાવે કોણ ? તે મોટો પ્રશ્ન છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande