



દેવમોગરા માતાજીના દર્શન કરી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી નરેન્દ્ર મોદી
ભરૂચ, 15 નવેમ્બર ( હિ.સ.) : ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ દિવસ ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નિમિત્તે આદિવાસી સમુદાયના ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ગણાતા દેવમોગરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધાર્યા હતાં. દેવમોગરા હેલિપેડ ખાતે નરેન્દ્ર મોદીનું આગમન થતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર આવકાર આપ્યો હતો. માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, આદિજાતિ કેબિનેટ મંત્રી નરેશ પટેલ, રમત-ગમત રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીત, સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના પ્રમુખ ભાજપા નીલ રાવ, જિલ્લા કલેકટર એસ. કે. મોદી, જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલ, જિલ્લા-તાલુકા અને સ્થાનિક આગેવાનોએ ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ