
પોરબંદર, 15 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકના વાળોત્રા ગામે રહેણાંક મકાનમા વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી એક શખ્સને ઝડપી લીધો હતો. રાણાવાળોત્રા ગામે વિજય ખીમા કટારા નામના શખ્સના રહેણાંક મકાનમાં રાણાવાવ પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની બોટલ નંગ 22 કિંમત રૂ.28,600નો મુદામાલ મળી આવ્યો હતો અને વિજય ખીમા કટારાને ઝડપી લીધો હતો. આ શખ્સને પુછપરછ દરમ્યાન દારૂનો જથ્થો સખપુર ખાતે રાણા પોલા મોરીએ આપ્યો હોવાની કબુલાત આપતા પોલીસે આ શખ્સે સામે ગુન્હો નોંધી વધુ પુછપરછ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya