પોરબંદરમાં 'શહેરી સડક યોજના' હેઠળ 100થી વધુ રસ્તાઓનું રિસરફેસિંગ
પોરબંદર, 15 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરી સડક યોજના હેઠળ વિવિધ જગ્યાઓ પર રસ્તાઓના રિસરફેસિંગની કામગીરી પ્રગતિમાં છે. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિ દ્વારા જણાવાયું હતું કે, અંદાજે રૂ. 20 કરોડથી વધુ રકમના ક
પોરબંદરમાં 'શહેરી સડક યોજના' હેઠળ 100થી વધુ રસ્તાઓનું રિસરફેસિંગ.


પોરબંદરમાં 'શહેરી સડક યોજના' હેઠળ 100થી વધુ રસ્તાઓનું રિસરફેસિંગ.


પોરબંદરમાં 'શહેરી સડક યોજના' હેઠળ 100થી વધુ રસ્તાઓનું રિસરફેસિંગ.


પોરબંદરમાં 'શહેરી સડક યોજના' હેઠળ 100થી વધુ રસ્તાઓનું રિસરફેસિંગ.


પોરબંદર, 15 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરી સડક યોજના હેઠળ વિવિધ જગ્યાઓ પર રસ્તાઓના રિસરફેસિંગની કામગીરી પ્રગતિમાં છે. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિ દ્વારા જણાવાયું હતું કે, અંદાજે રૂ. 20 કરોડથી વધુ રકમના કામો હાથ ધરવામાં આવ્યા છે, જે પૈકી પ્રથમ તબક્કાના ટેન્ડર હેઠળ હાલમાં રૂ. 3.25 કરોડની કામગીરી ચાલી રહી છે.

આ કામગીરીમાં નાના-મોટા લગભગ 100થી વધુ રસ્તાઓને આવરી લેવામાં આવ્યા છે, જ્યાં ડામર પાથરીને રસ્તાઓના રિસરફેસિંગનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિએ સ્થળ મુલાકાત દરમિયાન ચાલી રહેલા કામોની ગુણવત્તા ચકાસી હતી. તેમણે રસ્તાની થીકનેસ અને રોલિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે કે કેમ તેની બારીકાઈથી તપાસ કરી હતી. ગુણવત્તા જાળવવા માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી દ્વારા ડામરના સેમ્પલ પણ લેવામાં આવશે, અને તેમાં ડામર કન્ટેન્ટ તથા ડામરની ડેન્સિટીયોગ્ય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે. આ પગલાં રસ્તાની કામગીરી પૂરેપૂરી ગુણવત્તાવાળી થાય તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે.

વધુમાં, શહેરમાં બીજા લગભગ રૂ. 20 કરોડના કામો માટેના ટેન્ડર પણ બહાર પાડવામાં આવેલા છે. આ ટેન્ડરની પ્રક્રિયા પૂરી થયા બાદ શહેરમાં વિવિધ સ્થળે આ કામગીરી પણ શરૂ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં થયેલા વરસાદી પરિસ્થિતિને અનુસરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહાનગરોમાં વર્તમાન માર્ગવ્યવસ્થા સુદૃઢ બનાવવા માટે માર્ગોની તાત્કાલિક મરામત તેમજ નવીનીકરણ સંબંધિત કામગીરી પ્રારંભ કરવામાં આવી છે.

આ કામગીરીઓ સંબંધિત વિભાગો દ્વારા પ્રાધાન્ય આધારિત રીતે સુચારૂ રીતે અમલમાં મુકવામાં આવી રહી છે જેથી નાગરિકોને સુરક્ષિત અને સુગમ પરિવહન સુવિધા ઉપલબ્ધ રહી શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande